________________
દરેકે પોતે દરેક ચીજ વાપરતા શીખી જ લેવું જોઈએ. ભાવતાઅણભાવતાનો ભેદ સંયમ જીવનમાં કલંક છે.
૧૦૫. વપરાઈ ગયા પછી કાજો લેવામાં જરા પણ વિલંબ ન કરવો.
૧૦૬. વાપરીને ઊઠ્યા બાદ પોતાની જગ્યા સહેજ સાબુ ઘસીને લૂછવાની પદ્ધતિ ખૂબ સારી છે.
૧૦૭. કીડીઓ ન થાય તે રીતે ગોચરી-માંડલીની વ્યવસ્થિત કાજો લઈને સફાઈ કરવી.
૧૦૮. કીડીઓ આવી ગઈ હોય તો કાજો લેતી વખતે, જગ્યા લૂછતી વખતે ખૂબ સાવધાની રાખવી.
ન
૧૦૯. કીડીઓ ન હોય તેવી જગ્યાએ ગોચરી-માંડલી બેસાડવી. આખા મકાનમાં કીડીઓ ઊભરાતી હોય તો નિર્દોષ ઉપાય કરવો.
૧૧૦. ગોચરી વહોરાવનાર શ્રાવકોના ઉછળતા ભાવોલ્લાસના જે અનુભવો થાય તે અન્ય મહાત્માઓને પણ જણાવવા. તે સંવેગવૃદ્ધિ અને સંયમસ્થિરતાનું કારણ બની શકે.
૧૧૧. સંયોજના એ ગ્રાસેષણાનો દોષ છે તેથી, સંયોજના ટાળીને વાપરવાનો અભ્યાસ પાડવો. સંપૂર્ણસંયોજનાત્યાગશક્ય ન હોય તો સેમીસંયોજના ત્યાગ કરવો. એક રોટલી વાપરી, પછી થોડું શાક, પછી થોડી દાળ તે રીતે. રોટલી-દાળ-શાક વગેરે મીલાવટ કરીને વાપરવુંતે સંયોજના. પ્રત્યેક દ્રવ્ય અલગ અલગ વાપરી જવા તે સંપૂર્ણ સંયોજના-ત્યાગ અને ઉપર જણાવ્યું તે મુજબ વચ્ચે વચ્ચે અન્ય અન્ય દ્રવ્યો મીલાવટ કર્યા વગર અલગ અલગ વાપરવા તે સેમી સંયોજના.
૧૧૨. ભોજનમાં ઉણોદરી અચૂક રાખવી. પ્રમાણાતીત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
૧૧૩. કોઈ વાર ગોચરીમાં વૃદ્ધિ હોય અને પ્રતિકૂળતા થાય તેવું ન હોય તો સહાયક બનવું.
૨૭