________________
૯૭.
૯૪. ગોચરીમાં કોઈ ચીજ માટે ગૃહસ્થ ખૂબ આગ્રહ કરે અને ખપ ન
હોય તો સૌમ્ય ભાષામાં વિવેકથી નિષેધ કરવો. ગુસ્સે થઈને કર્કશતાથી નિષેધ નહિ કરવો.
ગૃહસ્થનાં ઘરમાં ક્યારેય ગુસ્સો ન કરવો ૯૬. ગોચરી વહોરવા ગયા હોઈએ ત્યારે ગૃહસ્થનાં ઘરમાં વાતો કરવાના
બેસી જવું ગોચરી વહોરવા ગયા હોઈએ ત્યારે વિશેષ કારણ સિવાય ગૃહસ્થનાં
ઘરમાં ઉપદેશ આપવા પણ ન લાગવું. ૯૮. ગૃહસ્થના ઘરે વહોરવા જવા માટે અથવા કોઈ ખાસ વસ્તુ વહોરવાના
તેમના આગ્રહની સામે “તમે આ અભિપ્રાહ લો તો જ વહોરું” આવી કોઈ દાન-સહાય કરવાની કે અભિગ્રહ લેવાની શરત ન કરવી. પૈસા
ખર્ચવાની શરત તો ન જ મૂકવી. ૯૯. તરપણી વગેરે માંડલીના પાત્ર ધોવા એ પણ ભક્તિનો એક પ્રકાર
છે. આ ભક્તિ માટે ખૂબ ઉલ્લાસ દાખવવો. ૧૦). જે ચેતના વગેરેમાં આગલા દિવસે દહીં-કઢી જેવાં ખટાશવાળા દ્રવ્યો
આવ્યા હોય અને તેથી ખાટી વાસ આવતી હોય તેમાં દૂધ જેવાં
દ્રવ્યો નહિ લાવવા, ફાટી જવાની સંભાવના છે. ૧૦૧. વાપરતી વખતે ગોચરીનાં કણ-છાંટાં નીચે પડે નહિ તેની કાળજી
રાખવી. વહેચતી વખતે પણ આ કાળજી રાખવી. વાપરતા કે વહેંચતા
ઢોળાય તો નજીક રહેલાએ તરત લઈ લેવું સાફ કરી લેવું. ૧૦૨. મૂછ વગેરે કારણથી વાપરતા છાંટા નીચે પડતા હોય તો ખોળામાં
લૂણું પાથરીને બેસવું. ૧૦૩. વાપરતી વખતે આગળથી આસન થોડું વાળીને બેસવું ૧૦૪. કોઈને કોઈ ચીજ અણભાવતી હોય તો તે ચીજ ખાસ આગ્રહ કરીને
વપરાવવી નહિ. અને તે નિમિત્તે તેમની મશ્કરી પણ કરવી નહિ. | ૨૬ -