________________
૮૩. ગોચરી એવી રીતે વાપરવી કે ખાખરા જેવી કડક વસ્તુનો પણ અવાજ
ન થાય. સબળકા, ઘૂંટડા વગેરેનો અવાજ ન થાય. ૮૪. તે તે ક્ષેત્રના લોકોના જમવાના સમયને ખ્યાલમાં રાખી ગોચરી
વહોરવા માટે નીકળવું ૮૫. પોતે ગોચરી લાવ્યા અને કદાચ વધારે ઓછું આવ્યું અકથ્ય આવ્યું
પ્રતિકૂળ આવ્યું તો પણ પોતે લાવ્યા તે બરાબર લાવ્યા છે તેવું પુરવાર
કરવા આયાસ ન કરવો. ચર્ચામાં ન ઊતરવું. ૮૬. બધા સાધુ મહાત્મા ગુણીયલ છે, સંસારત્યાગી છે, આત્મસાધક છે,
પરમેષ્ઠિપદે બિરાજમાન છે તે ખ્યાલમાં રાખી કોઈ સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર ન કરવો. ગોચરી વહેંચતી વખતે ઉપરથી ફેંકવી નહિ. નીચે નમીને ધીમેથી, ખૂબ જ ભક્તિભાવ અને આદરથી ગોચરી સાધુ ભગવંતના પાત્રમાં
મૂકવી. ૮૮. ગોચરી વહેંચતી વખતે બને ત્યાં સુધી બોલવું નહિ, જેથી પાત્રમાં
ઘૂંક ન ઊડે. લૂણું કે કોઈ પણ ચીજ અન્યને આપવી હોય તો હાથોહાથ આપવી. ફેંકવી નહિ. પાત્ર લૂછવા માટેનાં લૂણાં ચોકખાં રાખવાં, કધોણાં થાય તો બદલી
નાંખવાં ૯૧. અલગ રૂમમાં કે પડદો કરીને ગોચરી વાપરતા હોય ત્યારે અંદર
બેઠાં બેઠાં બહારના કોઈની સાથે વાત ન કરવી. ૯૨. પચ્ચકખાણ છૂટું હોય તો પણ ગોચરી વાપરતા વાપરતા અતિ વિશેષ
કારણ વગર ઊઠવું નહિ. ૯૩. કારણવિશેષથી ગોચરી-માંડલીમાં પહોંચવામાં વિલંબ થાય તેમ હોય
તો ગુરુ ભગવંતની-વડીલની અનુમતિ લઈ લેવી.
૯૦.
૨૫.