________________
૭૩. વહેચાતું હોય ત્યારે કે વાપરતી વખતે અન્ય મહાત્માનાં પાત્રમાં નજર
ન કરવી. ૭૪. વાપરવાની બાબતમાં બને ત્યાં સુધી કોઈને કોઈ વણમાંગી સલાહ
ન આપવી. વિનંતીરૂપે કહેવામાં વાંધો નહિ. ૭પ. વાપરતી વખતે ભક્તિભાવથી કોઈ મહાત્મા કોઈ ચીજની વિનંતી
આગ્રહ કરે કે પાત્રમાં મૂકી દે તો નારાજ ન થવું ઉશ્કેરાટ ન કરવો. ત્યાગ કે વિશેષ પ્રતિકૂળતા ન હોય તો મહાત્માની આગ્રહપૂર્ણ
વિનંતીનો આદર કરવો. ૭૬. ત્યાગ કે પ્રતિકૂળતાને કારણે મહાત્માની વિનંતીનો સ્વીકાર ન થઈ
શકે તેવો હોય તો પ્રેમથી, સૌમ્યતાથી, મૃદુતાથી, આદરપૂર્વક,
વિનયપૂર્વક ના પાડવી. ૭૭. ગોચરીને વખાણવી નહિ, વખોડવી નહિ. ભોજનકથા ન કરવી. ૭૮. એંઠા મુખે બોલાઈ ન જાય તેની ખાસ કાળજી રાખવી. અનાભોગથી
પણ એંઠા મુખે બોલાઈ જાય તો દશખમાસમણ વગેરેનો દંડ રાખવો. ૭૯. બને ત્યાં સુધી બીજીવાર ન મંગાવવું મંગાવવું જ પડે તો ગુરુ-વડીલને
પૂછીને મંગાવવું અને આવશ્યક દ્રવ્ય જ મંગાવવા. વિશિષ્ટ ચીજ ખાસ લાવવા માટે બીજી વાર ન જવું અન્યને ન મોકલવા. કારણે છુટું પચ્ચખાણ હોય તો પણ ત્રણથી વધુ ટંક ન થાય તે લક્ષ્યમાં રાખવું ઔષધ વગેરે પણ તે ટંક વખતે જ લઈ લેવા. એક આસને બેસીને જ વાપરવું. ગોચરી માંડલીમાં વાતો કરવી જ નહિ. ગોચરી સંબંધી જરૂરી પૂછપરછ, વહેંચવાની પ્રક્રિયા વગેરે માટે જરૂરી બોલવું પડે તે પણ
ખૂબ ધીમા અવાજે બોલવું ૮૨. ગોચરી કે અન્ય કોઈ પણ બાબતથી વિવાદ, વિખવાદ, મનદુઃખ,
ઉગ્રતા ન થાય તે ખાસ લક્ષ્યમાં રાખવું.
૮૦.
૨૪