________________
૧૨. નબળા અને પડતા નિમિત્તો પુષ્કળ છે. જિનાજ્ઞાસાપેક્ષતા,
ગુજ્ઞાપારતંત્ર્ય, શાસ્ત્ર સ્વાધ્યાય અને આચારચુસ્તતાની સખત
કિલ્લેબંધી જ નબળા નિમિત્તોથી બચાવી શકે. ૧૩. ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રમણ માટે એક સુંદર શબ્દ પ્રયોજાયો છે ?
અસમાન. સાધુનું જીવન ગૃહસ્થનાં જીવનથી અસમાન હોય, ભિન્ન હોય. ગૃહસ્થ કરતાં તેની ભાષાશૈલી જુદી, આહારશૈલી જુદી, વસ્ત્રશૈલી જુદી, જીવનશૈલી જુદી અને વિચારશૈલી પણ જુદી. વિવિધ પરિસ્થિતિઓમાં ગૃહસ્થ જે રીતે વિચારે તેવી જ વિચારની દિશા જો સાધુ પણ પકડે તો તેના ચારિત્રને દૂષિત કરી નાંખે. ગૃહસ્થની વિચારણા મોટે ભાગે દેહકેન્દ્રિત, આલોકકેન્દ્રિત કે ભૌતિક સુખલક્ષી
હોય છે. શ્રમણની વિચારદિશા તેનાથી જુદી હોય. ૧૪. તારકતત્ત્વો અને તારકયોગો પ્રત્યેનો ઉછળતો અહોભાવ નબળી
આરાધનાને પણ સબળી બનાવી દેવા સમર્થ છે. તેથી અંતરમાં સદ્ભાવ
અને અહોભાવ વધુને વધુ ઘુંટાય તે લક્ષ્ય ખાસ કેળવવા જેવું છે. ૧૫. મૂલગુણો રત્નતુલ્ય છે. તો ઉત્તરગુણો મંજૂષાતુલ્ય છે. રત્ન જેટલા
કિંમતી હોય તેટલી તિજોરી પણ મજબૂત જોઈએ. ઉત્તરગુણોમાં જેટલી ચોકસાઈ અને ચુસ્તતા વધુ, તેટલી મૂલગુણની સુરક્ષા વધુ.
આ બધા ખ્યાલોને આધારશિલા બનાવીને સંયમજીવન આચારસમૃદ્ધ, ભાવસમૃદ્ધ અને ઔચિત્યપૂર્ણ બનાવવા શું શું કાળજી રાખવી જોઈએ તેની વિચારણા કરતા કરતા આ સેંકડો મુદ્દાઓની એક નોંધપોથી તૈયાર થઈ.
આજના વિષમકાળમાં ઘણ અત્યંત કડક ચરિત્રવાલન કરનારા સંયમીઓનાં દર્શન થાય છે ત્યારે હૈયું અહોભાવથી તે પૂજ્યોનાં ચરણોમાં ઝૂકી પડે છે. જેમનું શરીરબળ, સત્ત્વબળ અને મનોબળ તેવા ઉત્કૃષ્ટ કોટિના નથી તેવા આરાધકોને મુખ્યત્વે લક્ષ્યમાં રાખીને આ શિક્ષાપોથી તૈયાર કરાઈ છે. વર્તમાન દેશ-કાળને પણ નજરમાં રાખ્યા છે. આ મુદ્દાઓ એ ઉપરની સરહદરૂપ નથી પણ મોટેભાગે નીચેની લક્ષ્મણરેખા જેવા છે.
14