________________
કોઈક મુદ્દાઓ પાછળ સંયમ વિરાધનાથી બચવાનો હેતુ છે, કોઈકમાં આત્મવિરાધનાથી તો કોઈકમાં પ્રવચન વિરાધનાથી બચવાનો હેતુ છે. હેતુ સમજાઈ જાય તેવા છે તેથી મોટેભાગે હેતુઓની સ્પષ્ટતા કરી નથી.
આ મુદ્દાઓ લખતી વખતે ઓનિર્યુક્તિ, પિંડનિયુક્તિ, દશવૈકાલિકસૂત્ર, પાક્ષિકસૂત્ર, પંચવસ્તુક ગ્રન્થ, ધર્મસંગ્રહ વગેરેમાં કંડારાયેલ શ્રામણ્યપથને ખ્યાલમાં રાખ્યો છે. સ્વ. પૂજ્યપાદ પ્રદાદાગુરુદેવ વર્ધમાન તપોનિધિ પૂ.આ.દે. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ પૂ.આ.દે. શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા., પૂ. દાદા ગુરુદેવ શ્રી વિજયધર્મજિતસૂરીશ્વરજી મ.સા., શ્રી સૂરિમંત્રસાધક પૂ. આ.દે. શ્રી વિજયજયશેખરસૂરીશ્વરજી મ.સા., ભવોદિધતારક પૂ. ગુરુદેવ શ્રી વિજયજગવલ્લભસૂરીશ્વરજી મ.સા. આદિના સાન્નિધ્યમાં રહેતા તેઓશ્રીની વાચનાઓ, હિતશિક્ષાઓ અને જીવનચર્યામાંથી સંયમજીવનનો ખરો અર્ક મળ્યો. તે અર્ક આ શિક્ષાપોથીનું હાર્દ છે.
આ સંપૂર્ણ શિક્ષાપોથી ગીતાર્થમૂર્ધન્ય પૂ. આ.દે. શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજાએ, અનેકવિધ વ્યસ્તતાઓ વચ્ચેથી ખાસ સમય ફાળવીને ધ્યાનથી તપાસી છે. તેઓશ્રીએ ખૂબ મહત્ત્વના સુધારા સૂચવ્યા હતા, તે મુજબ પરિમાર્જન કર્યું છે.
તદુપરાંત, પરમોપકારી પૂ. પંન્યાસ પ્રવર શ્રી પદ્મસેનવિજય મ.સા. એ પણ આ મુદ્દાઓ તપાસ્યા છે.
વિદ્વદ્વર્ય આત્મીય પૂ. પંન્યાસ પ્રવર શ્રી અજિતશેખરવિજય મ.સા. એ પણ આ તમામ મુદ્દાઓનું ધ્યાનથી અવલોકન કર્યું છે અને એક સુંદર પ્રસ્તાવના દ્વારા આ શિક્ષાપત્રીને મંડિત કરી છે.
સહવર્તી આત્મીય મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી અને મુનિરાજશ્રી હ્રદયવલ્લભવિજયજીએ પણ આ મુદ્દાઓનું અવલોકન કર્યું છે અને તેનાં સંકલનકાર્યમાં અનેક રીતે સહયોગી બન્યા છે.
આ તમામના ઉપકાર અને સહકારનું કૃતજ્ઞભાવે સ્મરણ કરૂં છું.
15