________________
૮. મોક્ષમાર્ગ ઉત્સર્ગ-અપવાદમય છે. ગીતાર્થબુદ્ધિ વડે કે ગીતાર્થનિશ્રા
વડે કોઈપણ અવસર ઉત્સર્ગનો અવસર છે કે અપવાદનો તે ઓળખતા આવડવું જોઈએ. અને, તે તે અવસરે કરણીયઅકરણીયનો ભેદ પારખીને જે યોગ્ય જણાય તેમ આચરણ કરવું. આજ્ઞાનિરપેક્ષ ઉત્સર્ષાતિરેકી કે અપવાદ પ્રચુર જીવન ન બની જાય તે જાગૃતિ ખૂબ જરૂરી છે. સંયમજીવનના અનેક યોગો છે. વ્યક્તિએ વ્યક્તિએ રુચિ અને ક્ષયોપશમ ભિન્ન ભિન્ન પ્રકારના હોવાથી દરેક શ્રમણનો દરેક યોગમાં સરખો ઉત્સાહ કે આવડત ન હોય. કોઈને સ્વાધ્યાય યોગમાં વિશેષ રસ હોય તો કોઈને વૈયાવચ્ચ યોગમાં વિશેષ રસ હોય. કોઈ યોગમાં વિશેષ રસ હોય તે દોષરૂપ નથી. પરંતુ આ રસ અન્ય યોગની અરુચિ, ઉપેક્ષા કે અનાદર લાવનારો ન બનવો જોઈએ. દરેક યોગ
પ્રત્યે રુચિ અને આદર કેળવવા જોઈએ. ૧૦. ક્રિયાકુશળતા એ સમ્યકત્વનું એક ભૂષણ છે. જૈન શ્રમણ તો આ
ગુણનો સ્વામી હોય જ. સાધુધર્મ કે શ્રાવકધર્મના તમામ આચારો અને ક્રિયાની જાણકારી મુનિને હોય. નિત્ય-આરાધનાની બાબતમાં તો તે વિશારદ હોય જ, નૈમિત્તિક આરાધનાની બાબતમાં પણ તે નિષ્ણાત હોય. જૈન શ્રમણ એ આચાર અને આરાધનાના ક્ષેત્રની
ઓથોરિટી કહેવાય. ભક્ષ્યાભઢ્યની બાબત હોય, કધ્યાકષ્યની બાબત હોય, આવશ્યક ક્રિયાની બાબત હોય, પર્વોપાસનાની બાબત હોય, તપ-ત્યાગનો વિષય હોય કે તેવી જ અન્ય કોઈ બાબત હોય
સાધુ ભગવંત આ દરેક બાબતના જાણકાર હોય. ૧૧. આજે શરીરબળ અને સત્ત્વબળ ખૂબ નબળા પડેલા છે. સાથે મનના
ઉત્સાહને ટકાવી રાખવાનું પણ ખૂબ કપરું છે. ક્યારેક કોઈ વિશેષ આરાધના માટે મન ઉત્સાહિત થતું હોય ત્યારે શરીરબળ સાથ ન આપે. અને ક્યારેક શરીરબળને કોઈ બાધા ન હોય પણ મન પાંગળું બને. આ સ્થિતિમાં “યથાશક્તિ' શબ્દના મર્મને પ્રામાણિકતાથી સાચવવાનું મુશ્કેલ છે છતાં ખૂબ જરૂરી છે.
13