________________
પ્રભુનો ભેખ
પરમતારક ચારિત્રધર્મનું આરાધન કરતા કરતા જૈન શ્રમણ' અંગે કેટલાક વિશિષ્ટ ખ્યાલો મનમાં સહજ રીતે પ્રસ્થાપિત થયા :
૧. લોકોત્તર એવા ચારિત્રધર્મનું પાલન કરનાર જૈન શ્રમણનું વ્યક્તિત્વ પણ લોકોત્તર છે. લૌકિક વ્યવહારો કરતાં લોકોત્તર વ્યવહારો સ્વાભાવિક રીતે જ ઊંચા હોવા ઘટે. લોકોત્તર ઔચિત્યની ઊંચાઈ લૌકિક ઔચિત્ય કરતાં ઘણી ઊંચી હોય. શિષ્ટ અને પ્રાજ્ઞ જનોની પ્રવૃત્તિ લૌકિક વ્યવહારનું મુખ્ય આલંબન છે. જ્યારે સર્વજ્ઞનાં વચનો અને સુવિહિત પરંપરા લોકોત્તર ઔચિત્યનાં કેન્દ્રમાં છે. તેથી સ્વાભાવિક રીતે જ તેનું સ્તર ઘણું ઊંચું હોવાનું.
૨.
શ્રમણ એટલે સર્વજ્ઞપુત્ર. સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માનાં શાસનના વિરાટ ભાવ-વૈભવનો બડભાગી વારસદાર એટલે જૈન શ્રમણ. તેથી, જૈનશ્રમણ જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ હોય તે અપેક્ષા સહજ રહે. તેની સૂઝના આકાશની ક્ષિતિજો દૂર-સુદૂર વિસ્તરેલી હોય. તેથી તેનો વ્યાવહારિક ક્ષયોપશમ પણ અતિ તેજ હોય.
૩. પ્રભુશાસનની પરંપરા આગળની પેઢીઓ સુધી આગળ વધે છે : વ્યવહાધર્મના આચરણથી અને પ્રભુશાસનની પરંપરા તેના આરાધકને આગળના ભવોમાં પણ સંપ્રાપ્ત થાય છે ઃ નિશ્ચયધર્મના સેવનથી. તેથી આ બન્નેમાંથી એકેય ધર્મની ઉપેક્ષા ન ચાલે.
:
૪. વ્યવહારધર્મના આસેવનથી નૈૠયિક ભાવધર્મની પ્રાપ્તિ અને શુદ્ધિ થાય છે. તેથી આચારધર્મનું ઉત્સાહપૂર્ણ પરિપાલન એ ભાવધર્મ ભણી પહોંચવાનો રાજમાર્ગ છે. આ રાજમાર્ગ ક્યારેય છોડાય નહિ. તેમ, માત્ર વ્યવહારધર્મમાં અટકી ન જવાય. નૈૠયિક ગુણપ્રાપ્તિનું લક્ષ્ય, જાગૃતિ અને તે માટેનો સક્રિય પ્રયાસ અનિવાર્ય છે. તેથી પળાતા આચારોમાં એવો પ્રાણ પૂરવો જોઈએ અને ભાવનાનાં રસાયણનો
11