________________
શ્રીદસવૈકાલિક ગ્રંથની કિં મે કડ... વગેરે રૂપે આત્મચિંતન કરવાની સલાહનો ઉચિત અમલ થશે.
મહારાજ સાહેબ ઈગ્લીશમાં શોર્ટ ફોર્મમાં M.S. કહેવાય છે. લેખક ગણિવર્યશ્રી ખરેખર સાધુજીવનને સ્પર્શતી બાબતો અંગે માસ્ટર ઓફ સર્જરી બની M.s. બન્યા છે. એમ આ મુદ્દાઓને વાંચતા સહજ લાગવા માંડે. દરેક નૂતન દીક્ષિત કે પર્યાવૃદ્ધ સાધુભગવંત આ પુસ્તકનું વારંવાર વાંચનપરિશીલન કરી પરમેષ્ઠી પદને શોભાવે એવી શુભેચ્છા છે.
જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્.
મહાસુદ-૨, સંવત ૨૦૬૦
- અજિતશેખર વિજય...
થાણા
10