________________
•૧૮ હજાર શીલાંગરથની ઘટના •પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાઓ
ગોચરીના ૪૭દોષ ૩૬. ગુજરાતી ભાષા પર સારું પ્રભુત્વ જોઈએ. ઉચ્ચારશુદ્ધિ, જોડણીની
શુદ્ધિ, વ્યાકરણની શુદ્ધિ, લિંગ-ક્રિયાપદ-વચન વગેરેની શુદ્ધિ બોલવા
લખવામાં ખાસ જોઈએ. ૩૭. અક્ષર સારા અને સુવાચ્ય લખવા માટે પ્રયાસ કરવો. અક્ષર સુધારવા.
જે પ્રદેશમાં વિચરવાનું થાય તે પ્રદેશની ભાષાનું સામાન્ય જ્ઞાન મેળવી લેવું. તે ભાષામાં સામાન્ય વાતચીતનો વ્યવહાર કરી શકાય તેટલું તો શીખી જ લેવું. મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્રમાં વિશેષ વિચરવાનું બને તેથી ગુજરાતી ઉપરાંત રાજસ્થાની અને મરાઠી ભાષા થોડી જાણી લેવી. રાષ્ટ્રભાષા હોવાથી હિન્દી ભાષામાં ખાસ કુશળતા મેળવવી અને ગુજરાતમાં પણ અલગ અલગ પ્રદેશની બોલી કે વ્યવહારમાં વપરાતા ખાસ શબ્દોનો પરિચય કેળવી લેવો. અંગ્રેજી ભાષા ગૃહસ્થાવસ્થાથી શીખેલા હોય તો તે ભાષાજ્ઞાન ટકાવી રાખવું. ગુરુ મહારાજ જ્યારે રજા આપે ત્યારે અંગ્રેજી ભાષા પર
વિશેષ પ્રભુત્વ સંપાદિત કરવું ૪૦. ગણિતનું જ્ઞાન પણ શ્રમણને સારું હોવું જોઈએ. સરવાળા, બાદબાકી,
ગુણાકાર, ભાગાકાર, વર્ગ, ઘન, વર્ગમૂળ, ઘનમૂળ, ભાંગાં કાઢવાની રીત, ત્રિરાશિ મૂકવાની રીત, અપૂર્ણાંક સંખ્યાના સરવાળા વગેરે
પ્રાથમિક બાબતો આવડવી જોઈએ. ૪૧. દિશાઓનું સામાન્ય જ્ઞાન પણ જોઈએ. સૂર્યોદયને આધારે અંદાજિત
પૂર્વદિશા મળી જાય. પૂર્વાભિમુખ ઊભા રહો તો ડાબી બાજુ ઉત્તર, જમણી બાજુ દક્ષિણ અને પાછળ પશ્ચિમ દિશા આવે. હોકાયંત્રના આધારે ઉત્તરદિશા મળે તો ઉત્તરાભિમુખ ઊભેલી વ્યક્તિની જમણે પૂર્વ, ડાબે પશ્ચિમ અને પાછળ દક્ષિણ આવે.
૩૯
૯૦