________________
૪૨. સૂતી વખતે ઉત્તરમાં માથું કરવાનું ટાળવું. પરંતુ જિનાલય, વડીલો તરફ પગ ન થાય તે મુખ્ય લક્ષ્યમાં લેવું.
૪૩.
૪૪. ભૂમિતિનું પણ પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો ૧૮૦ અંશ થાય, ૯૦ અંશને કાટખૂણો કહેવાય, વર્તુળના કેન્દ્રથી પરિઘ સુધીના અંતરને ત્રિજયા કહેવાય, પરિઘના એક બિન્દુથી કેન્દ્રમાં પસાર થઈને પરિઘના બીજા બિન્દુને અડતી રેખાને વ્યાસ કહેવાય, વર્તુળની ગોળાઈને પરિઘ કહેવાય, પરિઘનું માપ મેળવવાનું સૂત્ર-૨૪ ત્રિજ્યા, વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર-૪ (ત્રિજ્યા)૨, ચોરસનું ક્ષેત્રફળ કાઢવાનું સૂત્ર(લંબાઈ)`, લંબચોરસનું ક્ષેત્રફળ કાઢવાનું સૂત્ર- લંબાઈ x પહોળાઈ વગેરે બાબતો શીખી લેવી જોઈએ. સામાન્ય જ્ઞાનરૂપે ગુજરાતી મહિનાનાં નામ, અંગ્રેજી મહિનાનાં નામ, લંબાઈના વિવિધ માપોનું કોષ્ટક, માઈલ અને કિલોમીટરનો સંબંધ (૫ માઈલ = ૮ કિલોમીટર), વજનના વિવિધ માપોનું કોષ્ટક, સમય માપવાના સેકન્ડ વગેરે વિવિધ માપોનું કોષ્ટક, ચોરસફૂટ, ઘનફૂટ વગેરે માપોનો ખ્યાલ... આ બધી જાણકારી મેળવી લેવી.
૪૫.
ચાર દિશાની જેમ ચાર ખૂણાની પણ જાણકારી રાખવી. પૂર્વ અને ઉત્તર વચ્ચે ઈશાન ખૂણો, ઉત્તર અને પશ્ચિમ વચ્ચે વાયવ્ય ખૂણો પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે નૈઋત્ય ખૂણો તથા દક્ષિણ અને પૂર્વ વચ્ચે અગ્નિ ખૂણો આવે.
૪૬.
દરેક અંગ્રેજી મહિનાની દિવસ સંખ્યા તથા લીપ-ઈયરનો ખ્યાલ હોવો જોઈએ.
૪૭.
ભારત દેશની સામાન્ય ભૂગોળ તો ખ્યાલમાં હોવી જોઈએ.
૪૮. સુધર્માસ્વામીની સંપૂર્ણ પાટપરંપરા અથવા મુખ્ય પ્રભાવક આચાર્ય ભગવંતોનાં નામ તથા જીવન અંગેનો સામાન્ય ખ્યાલ તો હોવો જ જોઈએ.
૧