________________
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
જે ગામ શહેરમાં જવાનું થાય તે ગામ-શહેરનાં અને નિકટનાં અન્ય તમામ દેરાસરોનાં દર્શન એકવાર તો અચૂક કરવા.
જે ક્ષેત્રમાં માસકલ્પ, ચાતુર્માસ જેવી લાંબી સ્થિરતા હોય તે ક્ષેત્રના મૂળનાયક પ્રભુજીનું એક નવું સ્તવન તો અવશ્ય કંઠસ્થ કરવું.
ચોવીસેય તીર્થંકર પરમાત્માનું ઓછામાં ઓછું એક સ્તવન કંઠસ્થ કરવું. શક્ય બને તો ચૈત્યવંદન પણ કંઠસ્થ કરવા.
અરિહંત પરમાત્માના પ્રાતિહાર્યો, અતિશયો, કલ્યાણકો વગેરેનાં વર્ણન વારંવાર વાંચવા. તે બધી માહિતી યાદ રાખવી.
ચોવીસ જિનેશ્વર પરમાત્માના માતા-પિતાના નામ, લંછન, નગરીનું નામ, અવગાહના, આયુષ્ય વગેરે શક્ય બને તો યાદ રાખવા. પૂ. પદ્મવિજય મ.સા. આદિના ચોમાસી દેવવંદનનાં ચૈત્યવંદનોમાં આ વિગતો સમાવિષ્ટ છે. ચૈત્યવંદનચોવીસી ગોખી લેવાથી આ વિગતો સહેલાઈથી યાદ રહે.
અરિહંત પરમાત્માની વિશિષ્ટ આરાધનારૂપે વીસ સ્થાનક તપ, પંચકલ્યાણકતપ વગેરે આરાધના કરવાની ભાવના રાખવી.
આત્મસ્વાધ્યાય માટે સમકિતના ૬૭ બોલની સજ્ઝાય ખાસ ગોખવા જેવી છે. અર્થના ઉપયોગપૂર્વક રોજ અથવા અઠવાડીયે એકવાર પણ તેનો સ્વાધ્યાય થાય તો તે ખૂબ ઉપકારક બને.
૧૬. રોજ સવારે ઊઠીને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી ગુરુ મહારાજના આશીર્વાદ લેવા. તે જ રીતે રાત્રે સૂતી વખતે ગુરુચરણમાં મસ્તક નમાવીને આશીર્વાદ લેવા.
૧૭.
જીવનના વિશિષ્ટ ઉપકારીઓને રોજ કૃતજ્ઞભાવે ખાસ યાદ કરવા. ૧૮. જીવનમાં બનતી, જોવા મળતી, સાંભળવા મળતી વિવિધ ઘટનાઓમાંથી અનિત્યાદિ ભાવનાઓનો અર્ક કાઢી તેનાથી આત્માને ખૂબ ભાવિત કરતા રહેવું.
૧૦૦