________________
ભાષા ઔચિત્ય
કોઈની પણ સાથે વાત કરતી વખતે અથવા સ્વાધ્યાય કરતી વખતે, બીજાને વિક્ષેપ ન થાય તે માટે અવાજ ધીમો રાખવો. રાત્રિના સમયે
આ કાળજી વિશેષ રાખવી. ૨. કોઈ ગૃહસ્થ વંદનાર્થે આવીને બેઠા હોય અને તેમનો અવાજ મોટો
હોય તો તેમને વિવેકપૂર્વક અવાજ ધીમો રાખવા સૂચના કરવી. અવાજ સ્વાભાવિક રીતે મોટો જ હોય અને તેમની સાથેની વાત થોડી લાંબી
ચાલવાની હોય તો, વડીલની રજા લઈને બીજે દૂર બેસવું. - રાત્રે બધાને સૂવાનો સમય થાય ત્યારે, સામાન્યથી ૧૦ વાગ્યા પછી
ગૃહસ્થો મકાનમાં ન આવે, ન બેસે તે ઈચ્છનીય ગણાય. દૂર-દૂર પોતપોતાના આસન પર બેઠા બેઠા બે મહાત્માઓ વાર્તાલાપ ચલાવે તે ઉચિત નથી. કાંઈ વાત કરવી જરૂરી હોય તો પોતાના આસનેથી ઊઠી બીજાના આસને જઈને વાત કરવી. કોઈની સાથે વાત કરતી વખતે તે વાતમાં સામેની વ્યક્તિને રસ પડે છે કે નહિ, તે વાત તેની બુદ્ધિમાં ઉતરે એવી છે કે નહિ, તે વાત સાંભળવા માટે તેને સમયની કેટલી અનુકૂળતા છે.. વગેરે બાબતોને ઈગિતથી જાણીને પછી ઉચિત લાગે તે રીતે જ વાતનો વિસ્તાર કરવો. સામેની વ્યક્તિને કંટાળો આવતો હોય, રસ ન પડતો હોય, બગાસા આવતા હોય, વારંવાર ઘડિયાળ સામે જોતા હોય, ઊંચા-નીચા થતા હોય, વાત ટૂંકાવવાનો કે બદલવાનો પ્રયત્ન કરતો હોય તો વાત ટૂંકાવી નાંખવી, લંબાવવી નહિ.