________________
o
j
jj
બીજી વ્યક્તિ કાંઈ કહેતી હોય ત્યારે ડાફોડીયાં ન મારવા, બીજી ધૂનમાં ન રહેવું, વાત ધ્યાનથી સાંભળવી. વચ્ચે માથું ખંજવાળવું કાન ખોતરવાં, બગાસાં ખાવાં બીજો કોઈ કાગળ કે ચોપડી હાથમાં લઈને તેમાં નજર ફેરવવી, ઘડિયાળ સામે જોયા કરવું વગેરે પ્રવૃત્તિ અનાદરસૂચક છે. વાત ફજૂલ કે અહિતકર હોય તો પ્રેમથી વિનંતીપૂર્વક વાત અટકાવવી અથવા અનાદર ન થાય તે રીતે સિફતપૂર્વક વાતને બીજા પાટે ચડાવી દેવી. વાત કરતી વખતે અસત્ય કે અપ્રિય ન બોલાઈ જાય તેનું ધ્યાન રાખવું કોઈને કાંઈ સંભળાવી દેવાની ચળ મનમાં ન રાખવી. બારણું બંધ કરો, લાઈટ ચાલુ કરો, બંધ કરો આ લાવો-લઈ જાઓ, ફોન કરી દેજો, જઈ આવજો વગેરે સાવદ્ય વચન અને આદેશ વચન ન બોલાઈ જાય તેનો ખૂબ ઉપયોગ રાખવો. ઈચ્છાકાર વચન-પ્રયોગ ન ચૂકાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નાના સાધુને પણ આદેશ નહિ કરવો.
મિતભાષી બનવું ખૂબ બોલવાની-વાતોડીયાપણાની ટેવ ન પાડવી. ૧૨. કોઈના પણ દિલને દુઃખ થાય તેવું બોલવું નહિ. ૧૩. કાંઈ પણ બોલતા પહેલાં મનમાં સંકલન કરવી. તે બોલવાની શું
પ્રતિક્રિયા આવી શકે તેની પહેલા વિચાર કરીને પછી જ બોલવું સ્પષ્ટતાપૂર્વક બોલવું જે બાબતની જાણકારી ન હોય તે બાબતનું વિધાન ન કરવું. તે બાબતના પ્રશ્નના જવાબમાં મને ખ્યાલ નથી તેમ વિનમ્રતાપૂર્વક કહી
૧૦.
૧૧.
૧૪.
દેવું.
૧૫. ઉસૂત્રવચન બોલાઈ ન જાય તેની સતર્કતા રાખવી. ૧૬. નબળી ભાષાનો પ્રયોગ ક્યારેય નહિ કરવો. કટાક્ષો નહિ કરવા.