________________
૪૩. મકાને આવ્યા પછી ગોચરીનું કોઈ દ્રવ્ય અભક્ષ્ય કે અકથ્ય જણાય
તો વાપરી ન જવું. વડીલ પૂજ્યશ્રીને પૂછી તેઓશ્રીની સૂચના
અનુસાર યોગ્ય વિધિ કરવો. ૪૪. ફાટેલું-બગડેલું દૂધ પરઠવવું પડે તો માટીના ઠીબડામાં મૂકી બહાર
જંગલમાં છાંયડામાં કીડીઓ થાય નહિ અને પશુ પંખી બોટે નહિ
તેવા સ્થાનમાં તે ઠીબડી મૂકી દેવી. ૪૫. કોઈ કારણસર રોટલી-શાક-ભાત જેવાં ઘન પદાર્થ પરઠવવા પડે તો
અત્યંત ઝીણો ભૂકો કરી એકમેક થઈ જાય તે રીતે રાખમાં ચોળીને
પરઠવવા. ૪૯. સ્નિગ્ધ અને રૂક્ષ બેમાંથી એક પરઠવવું પડે એવું હોય તો પહેલાં
રૂક્ષ પરઠવવું. બને ત્યાં સુધી સ્નિગ્ધ ન પરઠવવું. ૪૭. મારું કરતાં પહેલાં મતરાના પ્યાલાનું દૃષ્ટિ પડીલેહણ અવશ્ય કરી
લેવું. પ્યાલો ભીનો ન હોય અને તેમાં કીડીઓ ન હોય તે ખાસ જોઈ લેવું પ્યાલો પૂંજવા માટેની ચરવળી રાખવી અને તે ચરવળીથી
પ્યાલો પૂજી લેવો. ૪૮. માતરાનો પ્યાલો હાથમાં રાખીને બોલવું નહિ. ૪૯. માતરાના પ્યાલા પર અક્ષર લખેલા ન હોય તે ખાસ ખાત્રી કરીને
પછી જ તેમાં માતરું કરવું કપડાં, કાગળ વગેરે જ્યારે પરઠવવાના હોય ત્યારે જ તેનાં ટુકડાં કરવા. ટુકડા કર્યા પછી વધારે દિવસો સુધી ન રાખી મૂકવા. ટુકડાઓમાં કીડી-જીવાત પેસી જાય તો તેની જયણા મુશ્કેલ બને. એ ટુકડામાં કંથવા વગેરે ઉત્પન્ન થાય. પરઠવવા માટે રાખી મૂલા કપડા વગેરેનું ટુકડા કરતા પૂર્વે દૃષ્ટિ પડિલેહણ કરી લેવું. કાગળના ટુકડા કરતી વખતે કોઈ મનુષ્ય વગેરેની આકૃતિ ફાટી ન જાય તેની કાળજી રાખવી.
૫૦.
૪O.