________________
ઉપકરણ ઔચિત્ય છે
દિવસના સમયે દંડાસણ ખીંટીએ લટકાવવું અથવા ખૂણામાં વ્યવસ્થિત મૂકવું. આડું અવળું અસ્તવ્યસ્ત પડેલું ન રાખવું. તે રાત્રિના સમયે વાપરવાનું ઉપકરણ છે. દિવસે કાજા માટે અથવા કારણે જયણા માટે ઉપયોગમાં લેવાનું હોય છે. પરંતુ, માત્ર ઈરિયાવહિયા બચાવવા માટે આખો દિવસ મકાનમાં દંડાસણ લઈને ફરવું અને બાજુમાં લઈને બેસવું. તેમાં ઉપકરણનો અવિનય થવાની સંભાવના છે. લૂછણીયાં, પરાત, બાલદી, ઘડા, ટોકસા, પાતરા, દોરા વગેરે ચીજો મકાનમાં આડી અવળી, અસ્તવ્યસ્ત પડેલી ન રાખવી. તેનાં નક્કી કરેલા સ્થાને વ્યવસ્થિત મૂકવી. આ ચીજો વચ્ચે પડેલી નજરે પડે તો યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત મૂકી દેવી. કોણે વચ્ચે મૂકી છે તે જાણવાની માથાકૂટમાં ન પડવું માતરું કરવાની હૂંડી (પ્યાલા) ખૂણામાં ગુપ્ત સ્થાને રાખવી. જાહેરમાં ન મૂકવી. માતરાનો પ્યાલો લૂછવાનું માતરીયું પણ જાહેરમાં ન લટકાવવું માતરાનો પ્યાલો લૂછવા માટે માતરીયું બાંધીને રાખવું બે-ત્રણ દિવસે માતરીયાનો કાપ કાઢી લેવો. માતરીયું મેલું કે દુર્ગધવાળું ન રહેવું જોઈએ. માતરીયું રખડતું ન રાખવું તેનો કાપ અલગ કાઢવો, અલગ સૂકવવું અને સૂકાઈ ગયા બાદ તરત જ ફરી બાંધી દેવું.
s
ર