________________
૪૮. અવારનવાર પંચ પરમેષ્ઠિનું તેમના વર્ણ અનુસાર ધ્યાન કરવું ૪૯. ડ્રીંકારમાં ૨૪ ભગવાનની વર્ણાનુરૂપ યોજના કરીને ધારણા કરવી. ૫૦. નવપદજીના ગુણોનું ચિંતન કરવું ૫૧. નવપદજીનું વર્ણાનુસાર ધ્યાન કરવાનો પ્રયોગ કરવો. પર. શત્રુંજયના ૨૧ ખમાસમણના દૂહા ગોખી લેવા અને માંદગી
આદિમાં તેનાં આલંબનથી શત્રુંજ્યતીર્થની માનસભક્તિ કરવી. પ૩. શાસ્ત્રમાં અપુનબંધકનાં, સમ્યકત્વનાં, ભવાભિનંદીનાં, ધર્મસિદ્ધિનાં
જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં વગેરે આત્માની વિવિધ સ્થિતિઓનાં લક્ષણો દર્શાવવામાં આવ્યા છે. તે લક્ષણોનાં આલંબનથી આત્માની સ્થિતિ
તપાસતા રહેવું ૫૪. રોજ અનુકૂળતાએ એકાદવાર સહવર્તી સર્વ મહાત્માઓના ગુણોને
યાદ કરીને મનોમન ભાવપૂર્વક તે સર્વ મહાત્માઓને વંદન કરવા. પપ. ભૂતકાળના અને વર્તમાનના વિશિષ્ટ ઉદારદિલ દાનેશ્વરીઓને યાદ
કરીને તેમના દાનધર્મની અનુમોદના કરવી. પ૬. ભૂતકાળના અને વર્તમાનના વિશિષ્ટ નૈષ્ઠિક બ્રહ્મવ્રતધારકોનું સ્મરણ
કરીને અહોભાવથી તેમને ભાવવંદન કરવા. ૫૭. પ્રસન્નચંદ્ર રાજર્ષિ, ભરત ચક્રવર્તી, મરૂદેવા માતા, જીરણ શેઠ વગેરે
ભૂતકાળના અને વર્તમાનના પણ વિશિષ્ટ ભાવધર્મના આરાધકોને
ભાવવંદન કરવા. ૫૮. વર્ધમાન તપની ૧૦૦ ઓળીના તથા સળંગ ૫૦૦ આયંબિલના
આરાધકોની યાદી તૈયાર કરીને તે તપસ્વીઓને રોજ ભાવવંદન કરી
શકાય. ૫૯. વિશિષ્ટ ઉગ્ર તપસ્વીઓની નામાવલી તૈયાર કરી તે તપસ્વીઓને નિત્ય
ભાવવંદન કરી શકાય. ૧૦૪ ~
૧૪