________________
૪૪.
?
કારણથી બોક્સ-પોટલાં રાખવા પડે તો પણ દર પંદર દિવસે દરેક ચીજનું પડિલેહણ કરવું. બોક્સ ચાતુર્માસમાં મળે તે રીતે રખાવ્યા હોય તો ચોમાસું શરૂ થતાં પૂર્વે એકવાર બધાં પોટલાં ખોલી તેમાંની
દરેક ચીજનું પડિલેહણ કરી લેવું. ૪૩. અમુક સાબુમાં નિગોદ થવાની સંભાવના છે. તેથી ચોમાસામાં બધા
સાબુ રાખમાં મૂકી રાખવા. દવા-ઔષધનો સંનિધિ ન રાખવો. દવા રાખવી પડે તો ગૃહસ્થ થકી રાખીને ગૃહસ્થ પાસે યાચીને વાપરવાથી સાપેક્ષભાવ જળવાય. રાખેલી દવાઓ, ચૂર્ણો, અણાહારી દવાઓ વગેરે ચોમાસામાં વારંવાર તપાસતા રહેવું તેમાં જીવાત-ફૂગ થવાની સંભાવના છે. દવા-ઔષધ રાખવા પડે તો જરૂર પૂરતા પરિમિત રાખવા. એકસાથે વધુ સ્ટોક ન
રાખવો. ૪૫. શિયાળા વગેરે પ્રયોજનથી વધારાની કામળી-આસન રાખ્યા હોય તો
તેમાં ઘોડાવજ જેવું નિર્દોષ સંરક્ષક દ્રવ્ય મૂકી રાખવું. ૪૬. પુસ્તકોનું પણ અવારનવાર પડિલેહણ કે વપરાશ ન થાય તો તેમાં
પણ ફગ-ઉધઈ જીવાત વગેરે થવાની શક્યતા છે, પડિલેહણ કરતાં
રહેવું
૪૭. ઝીણી જીવાત-કીડી વગેરે પુસ્તકનાં પાનાઓમાં ઘુસી ન જાય તેનું
પુસ્તક વાંચતી વખતે ખાસ ધ્યાન રાખવું સ્થિરતામાં પણ રોજ સાંજે બધા પુસ્તકોને એક ચોકખા કપડામાં બાંધીને મૂકવા. ખુલ્લા ન રાખવા. પુસ્તક ખુલ્લું રાખીને ઊઠવું નહિ. પ્રતના પાનાં પણ ખુલ્લા મૂકીને
ઊઠવું નહિ. વાંચવાનું પૂર્ણ થતાં બંધ કરીને પાનાં પોથીમાં મૂકી દેવા. ૫૦. પેન-બોલપેન ખુલ્લા રાખવા નહિ. લખવાનું કાર્ય પૂર્ણ થતાં તરત
ઢાંકણું બંધ કરી દેવું.
• ૪૫