________________
૫૧. જરૂરથી અધિક ઉપકરણો ન રાખવા. ઉપકરણની પસંદગીનો માપદંડ
આકર્ષકતાને ન બનાવવો. જયણા સચવાય અને ઉપયોગનો હેતુ બરાબર જળવાય તેવા ઉપકરણો પસંદ કરવા. વસ્ત્ર-પાત્ર આદિમાં પણ શક્ય તેટલા નિર્દોષના ખપી બનવું આકર્ષક પેન, ફ્રેમ, લેટરપેડ
વગેરેની ઈચ્છા ન કરવી. સાદગીના આગ્રહી બનવું. પર. પુસ્તક-તમાં લીટા-નિશાની-રિમાર્ક લખવા નહિ. કાંઈક અશુદ્ધિ હોય
અને તેનો સુધારો લખવો જરૂરી લાગે તો પણ પેન્સીલથી કરવો. પ૩. જરૂરી પરાત, બાલદી, તપેલાં, છીબા, પાટ-પાટલાં, ટેબલ વગેરે
ગૃહસ્થ પાસેથી યાચીને વાપરવા. વિહાર કરતાં પૂર્વે તે બધી ચીજવસ્તુઓ વ્યવસ્થિત ભળાવી દેવી. બહારથી, અન્ય સંઘમાંથી કે
ગૃહસ્થોનાં ઘરેથી જે ચીજો આવી હોય તે યાદ રાખીને પહોંચાડવી. ૫૪. કાપ કાઢેલા કપડાં સૂકવતી વખતે હાથ ચોખા જોઈએ. મેલાં હાથથી
કપડાં ન સૂકવવા. પપ. શાહીની પેન કે રિફીલ બદલી શકાય તેવી પેન વાપરવી. એક કે
બેથી વધુ પેન ન રાખવી. ઈન્ડપેનમાં બને ત્યાં સુધી શાહીની ભૂકીમાંથી શાહી બનાવીને વાપરવી. ભૂકીમાંથી શાહી બનાવવી હોય તો પાણીમાં ચૂનો નાંખીને બનાવવી અને ૭૨ કલાક પહેલાં પેન
કોરી કરવાનો ઉપયોગ રાખવો. પ૯. રજોહરણને ગમે ત્યાં મૂકવું નહિ, ગમે તેમ મૂકવું નહિ. ખૂબ જ
આદરથી રાખવું. સાડા ત્રણ હાથના અવગ્રહમાં જ રાખવું. રજોહરણ અને પોતાની વચ્ચે કોઈની આડ ન પડે તેનું ધ્યાન રાખવું. ગૃહસ્થની ચીજો બને ત્યાં સુધી વાપરવી નહિ. વાસણ, ધાબળા, ચપ્પ કાતર જેવી ચીજ લેવી પડે તો કાર્ય પૂર્ણ થતાં તરત પરત કરવાનો
ઉપયોગ રાખવો. ૫૮. શિયાળા માટે વધારાની કામળી રાખવી પડે તો પણ અતિશય
મૂલ્યવાળી ન વાપરવી.
૫૭.
૪૯