________________
૬૪.
૫૯. ઓઘાની દસ ગરમ ઊનની વાપરવાનો આગ્રહ રાખવો. ૬૦. ઘડિયાલ આરંભ-સમારંભવાળું સાધન છે. અનિવાર્યપણે રાખવું પડે
તો આખા ગ્રુપ વચ્ચે એકાદ જ રાખવી. દરેકે પોતાની અલગ ઘડિયાલ
રાખવાનો મોહ ન રાખવો અને ઘડિયાલ સેલવાળી તો ન જ વાપરવી. ૬૧. કપડાં વગેરે પર બીનજરૂરી પરિકર્મન કરાવવું ૨૨. કપડાં પર દોરા નંખાવવા નહિ. ડીઝાઈન કરાવવી નહિ.
બીનજરૂરી પરિગ્રહ વધતો ન જાય તેની ખાસ સાવધાની રાખવી. અત્યંત આવશ્યક સિવાય કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો. અત્યંત જરૂરી વસ્તુઓ માટે બોક્સ કે પોટલાં રાખવા પડે તો તેની સંખ્યા વધે નહિ તેનું ધ્યાન રાખવું. તેમ, ઊંચકવામાં તકલીફ પડે
તેવા મોટા અને વજનદાર પોટલાં ન કરવા. ૬૫. પોટલાંની બીનજરૂરી હેરફેર ન કરાવવી. પોટલાં કે બોક્સ ક્યાં
મૂકાવ્યાં છે, કેટલાં મૂકાવ્યા છે તેની વ્યવસ્થિત નોંધ રાખવી. ૬૬. પોટલાં કે બોક્સ નંબર આપી દેવા અને ક્યા પોટલા કે બોક્સમાં શું
મૂકયું છે તેની નોંધ રાખવી. ૬૭. વસ્ત્ર-કામળી વગેરે જ્યારે જરૂર પડે ત્યારે ઉપલબ્ધ થાય છે તેથી
હાલની જરૂર પૂરતાં જ રાખવા. જ્યારે જરૂર પડે ત્યારે વડીલ પાસે માંગી લેવા. પોતાની આવશ્યક્તા વડીલને-ગુરુ મહારાજને જણાવવી. બારોબાર ગૃહસ્થ પાસેથી ન મંગાવવી, ન યાચવી. બને ત્યાં સુધી પુસ્તકો માટે પોથી જ રાખવી. પાકીટ રાખવાનું ટાળવું પાકીટ રાખવાનું થાય તો પણ અંદર ખાનાંઓ હોય તો પડિલેહણ મુશ્કેલ બને, તેવું દુષ્પતિલેખ્ય પાકીટ તો ન જ રાખવું વળી પાકીટ
૪૭.