________________
૨૦.
૨૧.
૨૨.
૨૩.
૨૪.
લૂછણીયાં ગમે ત્યાં રખડતાં ન રહે, ઊડ્યા ન કરે, નીચે પડી ન જાય, ઊડીને પાણીની પરાત વગેરેમાં ન પડે તે રીતે લૂછણીયાનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. શેષકાળમાં દરેક મહાત્માએ એક પ્યાલો, લૂછણીયું ચૂનાની ડબ્બી, કાપની દોરી, જરૂરી સાબુ-પાવડર વગેરે રાખવા. વિહાર કરીને મકાને પહોંચ્યા બાદ તરત પોતાનો પ્યાલો છોડી માત કરવા માટેની જગ્યાએ મૂકવો. લૂછણીયા વગેરે પણ ઉપયોગ માટે બહાર કાઢી તેના ઉપયોગની જગ્યાએ મૂકી દેવા જોઈએ. ગ્રુપમાં અમુક પ્યાલા ચોખા પણ રાખવા જોઈએ. અવસરે ચૂનાનું પાણી કાઢવા વગેરેના કામમાં લાગે. પોતાની માતરાનો પ્યાલો, લૂછણીયું કે અન્ય ચીજો વગેરે જેટલા વધારે વપરાય તેટલો વધુ લાભ છે. આવી લાભબુદ્ધિ રાખવી. પોતાની વસ્તુ માંડલીના ઉપયોગમાં મૂકવાની બાબતમાં કૃપણ ન બનવું. આળસ ન કરવી. વાપરી લીધા બાદ-ગોચરી માંડલી ઊઠી ગયા બાદ પોતાના પાતરા તરત લઈ લેવા, પડ્યા ન રાખવા. પાતરા લાવતા-લઈ જતા એક સાથે આડેધડ ઊંચકીને ન લઈ જવા. ધક્કો વધારે થાય તો તેની આળસ ન કરવી. પરંતુ, પાતરાં પડે-ફૂટે તેવું જોખમ ન ખેડવું. જગ્યા પર પાતરાં ખૂલ્લાં ન રાખવાં. એકમાં એક ગોઠવીને ઝોળીમાં ઢાંકીને મૂકવાં. વાપરીને જગ્યાએ લાવ્યા પછી પાતરાં ઢાંકીને મૂકતી વખતે એકવાર તપાસી લેવા, કોઈ પાતરું ભીનું કે એઠું ન રહ્યું હોય. પાતરા પડિલેહણ કરતી વખતે બારીકાઈથી જોઈ લેવું ક્યાંય ગોચરીનો ડાઘ ન રહી ગયો હોય.
૨૫.
૨૬.
૨૯.
૪૩.