________________
બીજી વાર ઉપયોગમાં આવતી નથી અને તે પીન પરઠવવાની સમસ્યા મોટી છે. જ્યાં નાખે ત્યાં અધિકરણ બને. કવર પેક કરવા માટે
ગુંદરનો વિકલ્પ છે જ. ૮૦. પ્લાસ્ટીકના ઘડા, ટોક્સા વગેરે વાપરવા નહિ. ૮૧. સૂતી અને ઊઠતી વખતે રજોહરણને નમસ્કાર કરવા.
જ્ઞાનનાં ઉપકરણને પગ લાગે કે પડે તો પાંચ અથવા પાંચથી અધિક ખમાસમણનો દંડ રાખવો. આલોચના લેવી. સ્થાપનાચાર્યજીને પગ અડે કે પડી જાય તો ૧૨ કે અધિક
ખમાસમણનો દંડ રાખવો. આલોચના લેવી. ૮૪. વડીલના આસનને પગ લાગે તો તે જ રીતે દંડ મનમાં નક્કી કરવો. ૮૫. વસ્ત્રાદિ કોઈ પણ ઉપકરણ નવું કાઢતી વખતે, કોઈ મહાત્માની
પાસેથી લેતી વખતે, અન્ય મહાત્માને આપતી વખતે, કોઈની સાથે ઉપકરણ અદલાબદલી કરવી હોય તો અથવા જીર્ણ થવાથી વસ્ત્રાદિ
પરઠવવા હોય તો ગુરુ ભગવંતની રજા લેવી. ૮૬. ઉપકરણો પ્રમોણોપેત અને લક્ષણોપેત વાપરવા. ૮૭. કામળીકાળમાં બહારથી આવીને કામળીની ગડી ન વાળવી, દોરી
પર કામળી પહોળી કરવી. સામાન્ય રીતે કપડાં ખુલ્લામાં સૂકવવા નહિ. કામળીકાળ દરમ્યાન તો ન જ સૂકવવા. અતિશય પવનમાં કે તડકામાં કપડાં ન સૂકવવાં.
ગૃહસ્થની બાંધી રાખેલી દોરી પર કપડાં સૂકવવાં નહિ. ૯૦. ચઢાઈનો ઉપયોગ ન કરવો.
પોતાની માલિકીના ટેબલ, ઘોડા વગેરે રાખવા નહિ. સૂતી વખતે સંથારો અને ઉત્તરપટ્ટો સિવાય બીજું કાંઈ પાથરવું નહિ. ઉત્તરપટ્ટો અવશ્ય પાથરવો, એકલા સંથારા પર ન સૂવું માથે વીંટીઓ
૪૯ ~