________________
૧૬. માતરાની કુંડીની પાળી જો સીમેન્ટના પ્લાસ્ટરવાળી કે માત્ર ઈટોની
હોય તો ચોમાસામાં નિગોદ થવાની સંભાવના છે. પાળી રંગથી રંગેલી
હોય તો તે સંભાવના રહેતી નથી. ૧૭. માતરું પરઠવવાની કુંડીમાં નાંખેલી રેતી રોજ અથવા બે દિવસે
એકવાર ઊંચી-નીચી કરાતી હોય અને થોડા-થોડા દિવસે તે રેતી બદલાતી રહે તો જયણા વિશેષ સચવાય છે. અધિકૃત વ્યક્તિને આ
ખ્યાલ આપવો. ૧૮. ચાતુર્માસમાં વરસાદ શરૂ થાય તે પૂર્વે, નિગોદાદિ જીવોત્પત્તિ
માતરાની કુંડીમાં કે ત્યાં જવાના રસ્તા પર ન થાય તે માટેની યોગ્ય જયણા કરવા ગૃહસ્થોને અગાઉથી સૂચના કરી દેવી. સાંજે વસતિ જોતી વખતે પરઠવવાની કુંડી સુધી જવાનો રસ્તો પણ બરાબર જોઈ લેવો. તેમાં વચ્ચે ક્યાંય કીડી-નિગોદ-વનસ્પતિ વગેરે ન હોય તે ખાસ જોઈ લેવું તેમ, કોઈ ખાડા-ટેકરા-પગથીયાં આવતા
હોય તે પણ બરાબર ધ્યાનમાં લેવું. ૨૦. માતરું પરઠવવાની કુંડીમાં લૂણાના કાપનું પાણી, પાતરા ધોયેલું પાણી,
કાજો કે ઊલટી ન પરઠવવા.
કાપનું પાણી પણ અવરજવરવાળા રસ્તે ન પરઠવવું ૨૨. માતરું કે કાપનું પાણી પરઠવ્યા બાદ વહીને ગટરમાં કે ક્યાંય
નિગોદવાળી ભૂમિ ઉપર ચાલ્યું ન જાય તેનો ખ્યાલ કરીને પરઠવવું ટોકસા વડે કાપના પાણીની બાલદી ખાલી કરવાથી આ જયણા બરાબર પળાશે. માતરું, કાપનું પાણી વગેરે નીચા નમીને ધીમેથી પરઠવવું. ઊંચેથી
જોરથી ઘા ન કરવો. ૨૪. મોટો સાધુ-સમુદાય હોય અને મકાનથી માતરું પરઠવવાની જગ્યા
વચ્ચે ગૃહસ્થોની વસતિ, ઉપસ્થિતિ કે અવરજવર હોય તો, ગૃહસ્થોની નોંધમાં આવે તે રીતે ઉપરાઉપરી કતારબંધ માતરું પરઠવવા ન જવું
- ૩૭ -
૨૩.