________________
૨૫.
૨૮.
એક મહાત્મા ગયા પછી વચ્ચે થોડું અંતર પાડવું. વિહાર દરમ્યાન પણ એક સાથે કતારબદ્ધ માતરું કરવા ન બેસી જવું ઉપાશ્રયના વહીવટદારોએ કે મકાનમાલિકે નિષેધ કરેલો હોય તેવી
જગ્યામાં માતરું ન પરઠવવું. ૨૬. માતરું પરઠવ્યા બાદ પ્યાલો બરાબર નીતારી દેવો જેથી, પ્યાલો મૂકો
ત્યાં રેલા ન ઉતરે અને લૂછવાથી માતરીયું લચપચ ન થઈ જાય. ૨૭. મોટી બિમારી જેવા કારણ સિવાય બને ત્યાં સુધી પોતાનું મારું પોતે
જ પરઠવવું માતરીયું ન હોય તો માતરાનો પ્યાલો મૂકવા માટે ઈટ ગોઠવવી અને તે ઈટ ઉપર પ્યાલો ભીંતને ટેકવીને આડો મૂકવો. તે ઈટ ઉપર
અક્ષરો નિગોદ, કંથવા, જીવાત વગેરે ન હોય તે બરાબર જોઈ લેવું ૨૯. માતરું કરવા માટેનું સ્થાન અને પ્યાલો મૂકવાનું સ્થાન નિયત રાખવું.
માતરું પરઠવીને મરજી પડે તે જગ્યાએ પ્યાલો મૂકી ન દેવો પણ તે નિયત કરેલા સ્થાને મૂકવો જેથી રાત્રે અંધારામાં બીજાને શોધવામાં તકલીફ ન પડે. માતરું પરઠવવાનો પ્યાલો ખુલ્લામાં ન રાખવો. ઉજેહી આવે તેવી જગ્યાએ ન રાખવો. ઠલ્લે જવા માટે શક્ય બને ત્યાં સુધી બહાર ખુલ્લામાં જ જવું વાડાનો
ઉપયોગ ટાળવો. ૩૧. ઠલ્લે બહાર જવામાં-નિષેધવાળી જગ્યાએ ન જવું. ખૂબ વસતિ કે
અવરજવર હોય તેવી જગ્યાએ ન જવું. હલના થાય તે રીતે ન જવું. અન્યને અપ્રીતિ થાય તેવી જગ્યાએ ન જવું. અવરજવરની
કેડી રસ્તા ઉપર ન બેસવું. ૩૨. મોટા શહેરોમાં ઠલ્લે જવા માટે રેલ્વે પાટા ઉપર જગ્યા મળતી હોય
તો ખૂબ સંભાળીને જવું. જરા પણ જોખમ ન ખેડવું. પાટાથી દૂર
રહેવું બને ત્યાં સુધી, પાટા ક્રોસ ન કરવા પડે તેવી જગ્યા પસંદ – ૩૮
-
૩૦. ઇલ