________________
વગેરે જાહેર પ્રસંગોમાં કોઈની પણ ઉપર ગુસ્સો ન કરવો, ચીડન
કરવી.
૨૧. શ્રાવકો વારાફરતી વંદન કરવા આવતા હોય તેથી વારંવાર પચ્ચખાણ
આપવું પડે કે અનેકવાર કરેમિ ભંતે ઉચ્ચરાવવું પડે તો કંટાળવું નહિ. કોઈને વિરતિનાં વૃંદાવનમાં પ્રવેશ કરાવવાનો મને લાભ મળે છે અથવા ગણધરભગવંત રચિત સૂત્ર બોલવાનું મને સૌભાગ્ય મળે છે
તેવો ભાવ લાવીને ધન્યતા અનુભવવી, કંટાળો ન લાવવો. ૨૨. પર્યુષણ જેવા દિવસોમાં ઉપાશ્રયમાં આવી, કોઈ વિશેષ પચ્ચકખાણ
ન હોય તો પણ વ્યક્તિગત પચ્ચકખાણ લેવાનો આગ્રહ સેવતા હોય તો તેવી બાબતમાં પ્રવચન દરમ્યાન વિવેક આપી દેવાય પણ વ્યક્તિગત
કોઈને ટોકવા નહિ. ૨૩. કોઈ પણ જીવ આપણા વચનથી-વર્તનથી દુર્બોધ નપામે કેશ્રમણ સંસ્થા
પ્રત્યે પૂર્વગ્રહવાળો ન બને તેની તો ખાસ કાળજી રાખવી. ૨૪. કોઈનું નાનકડુંપણ સાસગુણ દેખાય તોભાવભીની ઉપબૃહણા
અનુમોદના અવશ્ય કરવા. ૨૫. કોઈની નબળી વાત કરવી નહિ, સાંભળવી નહિ. ૨૬. કોઈ દ્વારા અન્ય કોઈ એક વ્યક્તિના સદ્ગણોની પ્રશંસા થતી હોય
ત્યારે પ્રશસ્યમાન વ્યક્તિ પરનું બહુમાન કોઈનાં પણ દિલમાં તૂટે તેવું
કાંઈ બોલવું નહિ. ૨૭. ગુરુદેવની અનુજ્ઞા લઈને વૈરાગ્યવર્ધક અને સંયમશુદ્ધિપ્રેરક ગ્રન્થો,
પુસ્તકો કે વાચનાની નોંધો વાચવી. ૨૮. જ્યારે જ્યારે મોકો મળે ત્યારે પૂજ્ય વડીલોની વાચનાઓ અવશ્ય
સાંભળવી. વાચનાથી ઉત્સાહવૃદ્ધિ અને સંયમશુદ્ધિનું ખૂબ બળ મળે
૨૯બે જણે ધીમે ધીમે ગુપચુપ કરવી નહિ.
૧૨૬