________________
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૭.
અધિકારની રૂએ કે કલ્યાણમૈત્રીના સંબંધથી કોઈની ભૂલ બતાવવાનું ફરજરૂપ બન્યું હોય તો પણ ભૂલ તરત ન બતાવવી.
પોતાનો અધિકાર હોય તો પણ એકની એક વ્યક્તિને વારંવાર ટોકવાનું ન રાખવું. યોગ્ય અવસરે પ્રેમપૂર્વક જણાવી દેવું. વારંવાર ટોકવાથી વિપરીત અસર થાય છે.
નાની, ક્ષમ્ય કક્ષાની અને ક્યારેક જ થયેલી બીજાની ભૂલ ગળી જવી. તેવી ભૂલ માટે સૂચન, શિખામણ કે ઠપકો આપવાનું ટાળવું. અનાભોગ, અનાવડત, ઉતાવળ વગેરે કારણથી કોઈના દ્વારા નાનીમોટી ભૂલ થઈ ગયા પછી હવે બાજી કઈ રીતે સુધારવી તેની જ વિચારણા કરવી, આમ કર્યું હોય તો આ ભૂલ ન થાત તેવા નિરર્થક સલાહ-સૂચનમાં ન પડવું.
પરસ્પર વિવાદ-વિખવાદ ક્યારેય કરવો નહિ, ગૃહસ્થોની હાજરીમાં તો હરગીજ નહિ.
પોતાના વિચારો બીજાને જણાવવા, પ્રેમથી સમજાવવા, પણ ઠોકી બેસાડવાનો પ્રયત્ન ન કરવો.
કોઈ પણ બાબતમાં સામેની વ્યક્તિના આશયને-દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવો. માત્ર શબ્દો ન પકડવા.
કોઈ વ્યક્તિએ પોતાના અમુક અનુચિત વચન કે વર્તન બદલ ભૂલ સ્વીકારી લીધી હોય, માફી માંગી લીધી હોય કે દિલગીરી વ્યક્ત કરી લીધી હોય પછી તે બાબત કાયમ માટે ભૂલી જવી.
૧૮. કોઈનો બદલો લેવાની વૃત્તિ ન રાખવી.
૧૯.
૨૦.
કોઈની વાત અડધેથી કાપી તેમને અપમાનિત ન કરવા.
ક્રોધ કરવો જ નહિ. પ્રકૃતિની પરવશતાને કારણે કદાચ કોઈ વાર ક્રોધના આવેગને રોકી ન શકાય તો પણ એટલો વિવેક તો અચૂક રાખવો. ઘણાંની ઉપસ્થિતિમાં, પ્રવચનસભા-પ્રતિક્રમણ-પૂજા-પૂજન
૧૨૫