________________
{ પરિણતિલક્ષી ઔચિત્ય |
૧.
ઠઠ્ઠામશ્કરી, ટોળ-ટપ્પામાં બિલકુલ પડવું નહિ. બીજા પોતાની મશ્કરી કદાચ કરે તો જવાબ ન વાળવો, ગળી જવું. કોઈની નબળાઈ, અનાવડત કેવિકલતાની હાંસી ક્યારેય ન કરવી. તેવી પરિસ્થિતિમાં હૂંફ આપવી, સહાયક બનવું. બીજાની નબળાઈ, અનાવડત, ભૂલ વગેરે પ્રગટ થવાથી તેની લઘુતા થાય. કોઈની લઘુતા થાય તેવું વચન બોલવું નહિ. તેવું વર્તન કરવું નહિ. બીજાની ભૂલને શક્ય બને તો પોતે સુધારી લેવી, ઢાંકી દેવી પણ પ્રગટ તો ન જ કરવી. વિશેષ પરિસ્થિતિમાં વડીલને જણાવવું જરૂરી હોય તો પણ ખાનગીમાં જણાવવું. નાની-મોટી વાતોમાં ચાડી ખાવાની વૃત્તિન રાખવી. હંમેશા સહુના સ્વમાનની રક્ષા કરવી. કોઈનો સ્વમાનભંગ ન થાય તેની કાળજી રાખવી.
કોઈની પણ ભૂલ તેને જાહેરમાં ન બતાવવી. ૮. એકની પ્રશંસા કરવા જતાં બીજાની લઘુતા થાય તેવી કોઈની પ્રશંસા
ન કરવી. કોઈનાં સારા કાર્યની, સદ્ગુણની ઉપબૃહણા અવશ્ય કરવી અને તરત
કરવી. પાછળથી મોડે મોડે ઉપબૃહણા કરવાથી તેનો પાવર ઘટે છે. –-૧૨૪ –
૧૨૪