________________
ઉપેક્ષા, ઢીલાશ, ગૌણતા જીવને ચારિત્રથી અને સમ્યકત્વથી પણ ભ્રષ્ટ કરે છે માટે આચારદઢતાવાળાને ભવાંતરમાં ધર્મ મળે છે. આચારમાં શિથિલને ધર્મ મળતો નથી, ગમતો નથી, ઉત્સાહ જાગતો નથી. દરેક પ્રસંગોમાં શક્ય આચારનાં પાલનને ભાવચારિત્ર કહેવાય છે. માટે જીવનમાં આચારોનું જ્ઞાન મેળવી એની વારંવાર યાદગિરિઉપસ્થિતિપૂર્વક આચારોમાં દઢતા કેળવશો.
વિ.સં. ૨૦૬૦, ભાદરવા સુદ-૧૫, ગોરેગામ, મુંબઈ.
142