________________
૩૫.
૩૮.
૩૬. દાંડાનું પડિલેહણ કરતી વખતે અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું. લૂણાંનો કાપ કાઢતા કે કપડાંનો કાપ કાઢતા પરાત-બાલદી વગેરેનો બહુ અવાજ ન થાય તેની કાળજી રાખવી.
૩૭.
૩૯.
૪૦.
૪૧.
૪૨.
જ કાળ પહોંચે તે પહેલાં ચૂનો નાંખી દેવાનો ઉપયોગ રાખવો. ખાસ કરીને શિયાળામાં ચાર પ્રહરનો કાળ હોય છે ત્યારે આ ઉપયોગ રાખવો વિશેષ જરૂરી બને છે.
૪૩.
પાણી ઠારીને ગાળી લીધા પછી પરાતો ભીંતના ટેકે આડી ટેકવીને એક ખુલ્લી પરાતમાં નીતારી દેવી. પરાત ટેકવવાના સ્થાનને પૂંજી લેવું. જે પરાતમાં નીતરેલું પાણી ભેગું થયું હોય તેને પણ છેવટે નીતારીને કોરી કરવી. ૧૦-૧૫ મિનિટમાં બધી પરાતો કોરી થઈ જવી જોઈએ.
બારી-બારણાં પવનથી ખૂબ ખખડતા હોય તો કડી બંધ કરવાનો ઉપયોગ રાખવો.
ઊભા ઊભા લૂછણીયાથી જમીન લૂછવી નહિ.
નીચે જમીન પર બરાબર નજર ફેરવીને કીડી વગેરે નથી તેની ખાત્રી કરીને પછી જ જમીન લૂછવી.
લૂછણીયાનો ઉપયોગ કરતાં પૂર્વે બન્ને બાજુ ફેરવીને લૂછણીયાનું પણ બરાબર દૃષ્ટિ પડિલેહણ કરી લેવું.
કોઈ પણ કપડાનો-લૂણાનો કાપ કાઢતાં પૂર્વે તેને બન્ને બાજુ ફેરવીને બરાબર દૃષ્ટિ પડિલેહણ કરી લેવું.
રાત્રે દંડાસણ જમીનને અડાડીને બન્ને બાજુ વ્યવસ્થિત ફેરવતાં ફેરવતાં ચાલવું. દંડાસણ અદ્ધર ન રાખવું.
દાંડો કે દંડાસણ ઓઘાથી પૂંજ્યા વગર ન લેવા.
૪૪.
૪૫. ભીંતનું પ્રમાર્જન કરીને પછી જ દાંડો ટેકવવો. નીચે જમીન ઉપર દાંડો જે સ્થાને મૂકો તે જગ્યા પણ પૂંજી લેવી.
૫૫