________________
૪૬. અતિ ખાસ કારણ સિવાય દાંડો ટેકવીને ન ચાલવું ૪૭. અતિ ખાસ કારણ સિવાય કઠેડો પકડીને કે હાથથી ઘસતા ઘસતા
દાદરા ચડવા-ઊતરવા નહિ. ૪૮. સવારનું પાત્ર પ્રતિલેખન પાદોન પોરિસીના સમયે વખતસર કરવું
આગળ-પાછળ ન કરવું. કેટલાક સમુદાયમાં છ ઘડીની પરંપરા છે. ૪૯. કયારેક વરઘોડો-સામૈયું વ્યાખ્યાન વગેરેને કારણે પાત્રપ્રતિલેખન
વધારે પડતું મોડું થવાની શક્યતા હોય તો, ગુરુ ભગવંતને પૂછીને રજા આપે તો પાત્ર-પ્રતિલેખન થોડુંક વહેલું કરવું કેટલાક સંજોગોમાં પાત્ર-પ્રતિલેખન વહેલું કરવું અને પછી પોરિસી તેના સમયે ભણાવી લેવી. એવા વિશેષ સંજોગોમાં ગુરુ-વડીલને પૂછીને તેઓ જેમ ફરમાવે
તેમ કરવું. ૫૦. કાપ કાઢતા પૂર્વે તે જગ્યામાં દંડાસણ ફેરવી દેવું. કોઈ જીવજંતુ ન
હોય તેની ખાત્રી કરી લેવી. કાપ કાઢવા માટે કપડાં ગરમ પાણીમાં કે ફીણમાં બોળ્યાં હોય તો બે
ઘડીથી વધારે સમય ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. પર. કાપમાં ઉપયોગમાં લેવાતા પરાત, બાલદી, ટોકસો વગેરે બરાબર
પૂંજી લેવા. પ૩. કાપ કાઢતી વખતે ચૂનો કે રાખ બાજુમાં લઈને બેસવું. કદાચ માખી
પાણીમાં કે ફીણમાં પડે તો તરત બહાર કાઢી ઉપર ચૂનો કે રાખ ,
ભભરાવવાથી, તેની ઉષ્માને કારણે તે બચી જાય છે. ૫૪. કાપ એવી રીતે કાઢવો કે પરાતની બહાર પાણી ન ઢોળાય. ૫૫. કાપ બે ઘડીમાં પતી જાય તેમ કરવું. કદાચ, કાપ લાંબો ચાલે તો
થોડી થોડી વારે આજુબાજુમાં છાંટા ઊડ્યા હોય તે લૂછી નાંખવા. ચાલુ કાપમાં વચ્ચે ઈન્ટરવલ ન પાડવો.
૫૧.
પદ