________________
૮૧.
૮૩.
સફેદ કપડું પરાતમાં મૂકેલા બે-ત્રણ ઘડા એક સાથે ઢંકાય તે રીતે ઢાંકવું પણ ઘડા ખુલ્લા ન જ રાખવા. પાણી લેવા માટે ઘડો ખુલ્લો કરવો પડે ત્યારે પાણી લઈને ફરી તરત ઘડો ઢાંકી દેવો. ઘડો ખુલ્લો પડેલો દેખાય તો ઉપેક્ષા ન કરવી. તરત જ તેને ઢાંકી દેવો. કોણે
ખુલ્લો મૂકયો તેની ચર્ચામાં ન ઊતરવું ૭૯. ઘડામાંથી પાણી કાઢતા પાણી ઢોળાય નહિ તેનું ખાસ ધ્યાન રાખવું ૮૦. ઘડા એકદમ છલોછલ ન ભરવા. થોડાંક ઊણા રાખવા, જેથી પાણી
લેવાનું ફાવે. પાણી ભરેલો ઘડો કાંઠેથી ન ઊંચક્યો. દોરો બાંધેલો હોય તો દોરાથી ઊંચકવો. નહિંતર, બે હાથ વડે નીચેથી ઊંચકવો. પાણી ઠારતી કે ગાળતી વખતે બિલકુલ બોલવું નહિ. ખાંસી-છીંકન આવે તેની કાળજી રાખવી. મુખમાંથી ઘૂંક ન ઊડે તે ખાસ જોવું. ગરમ પાણી ભરેલો ઘડો લાવતી વખતે અને પાણી ઠારતી વખતે ઉતાવળ ન કરવી. સાવધાની રાખવી. બને ત્યાં સુધી ગરમ પાણી ન
લાવવું ૮૪. બે ઘડા ઊંચકવાનું રાખવું ધક્કો વધારે થાય તો વાંધો નહિ, આળસ
ન કરવી. પાણી ગરમ હોય ત્યારે તો આ વાત ખાસ લક્ષ્યમાં લેવી. ૮૫. પાણી ગરમ હોય અને ઠારવું પડે તો પડિલેહણ કરેલી પરાતમાં જ
ઠારવું. પાણી ઠારવા માટે પહેલા કાજો લીધેલો હોય તો પણ ફરીથી
દંડાસણ ફેરવીને પરાતો પાથરવી. અને, તે વખતે પરાતો પૂંજી લેવી. ૮૬. પાણી ઠારવાની પરાતનું પડિલેહણ કરતી વખતે એ ખાસ ધ્યાન રાખવું
કે ખૂણે-ખાંચરે ક્યાંય ભીની ન હોય, કાચા પાણીવાળી ન હોય.
ક્યાંય ખાંચામાં નિગોદ કે ચીકાશ બાઝી ગઈ ન હોય. ૮૭. પાણી ઠરી જતાં તરત ગાળી લેવું. બીનજરૂરી પરાતમાં ખુલ્લું રાખી
ન મૂકવું.