________________
૭૧.
૬૯. ગરમ કપડાં ગરમ પાણીમાં બોળવા નહિ, ગરમ પાણી તેના કાપમાં
વાપરવું નહિ. કાપ અત્યંત જરૂર પૂરતો અને ઓછા પાણીથી કાઢવાની ટેવ પાડવી. પ્રવચન વિરાધના કે સંયમ વિરાધનાથી બચવાના ઉદ્દેશથી કાપ કાઢવાનો છે. વિભૂષાના હેતુથી જલદી જલદી કાપ કાઢવાની ટેવ ન પાડવી. કાપ કાઢવા માટે ખેળીયું લૂછણીયું માતરીયું પરાતમાં ઘસવું નહિ. ખેળીયું-લૂછણીયું બાલદીમાં ઘસી નાંખવું. માતરીયું પ્યાલામાં
(કુંડીમાં) ફીણ બનાવીને તેમાં કાઢવું ૭૨. લૂણાં કે કપડાંનો કાપ કાઢ્યા બાદ પરત વ્યવસ્થિત સાફ કરીને
મૂકવી. ૭૩. લાંબી સ્થિરતા હોય ત્યાં શક્ય બને તો લૂણાંનાં કાપની પરાત અલગ
રાખવી. લૂણાં માટે થાળી ચાલે તો થાળી વાપરવી. ૭૪. પાણી પરઠવ્યા બાદ બાલદી નીતારીને ચોક્ક લૂછણીયાથી લૂછીને
મૂકવી. ૭૫. ભીની બાલદીપરાત વગેરે નીતારીને પછી આડી મૂકવી જેવી બાલદી
ભીની ન રહે. ૭૬. પાણી ગાળતી વખતે એટલો ઉપયોગ રાખવો કે ગળણું વચ્ચેથી જ
ભીનું થાય. આખું ગળણું લચપચ ન થવું જોઈએ. ૭૭. ભીનું ગળણું એક કોરા છેડેથી પકડીને સહેજવાર પરાતમાં નીતારી
દોરી પર સાઈડમાં સૂકવવું. પાણી ટપક્યાં ન કરે તે રીતે સૂકવવું
પાણી નીતર્યું હોય તો તરત લૂછી લેવું. ગળણું નીચોવવું નહિ. ૭૮. પાણીના ઘડા પરાતમાં વ્યવસ્થિત મૂકવા. દરેક ઘડા પર ટોકસા ઢાંક્વા.
ઘડા ખુલ્લા ન રાખવા. પરાત કે ગળણું ઢાંકવાની પદ્ધતિ પણ ન રાખવી. ટોકસો, ટોકસી, ડીસ, પાતરી ઢાંકવી. છેવટે એક ચોકખું