________________
૯૦.
૮૮. માખીઓ ખૂબ ઊડતી હોય કે કીડીઓ ખૂબ ફરતી હોય તો ઠારેલા
પાણીમાં માખી પડે નહિ અને કીડી ગરમ પાણીની પરાત પાસે આવે નહિ, તે ખાસ ધ્યાન રાખવું. પક્ષીઓ કે કૂતરાં-બિલાડાં પાણી બોટે
નહિ તેનું ધ્યાન રાખવું. ૮૯. પાણીનો કાળ ચાર કે પાંચ પ્રહરનો હોય ત્યારે પણ પ્રથમ પ્રહરમાં
વહોરેલું પાણી ત્રીજા પ્રહર સુધી જ પીવાના ઉપયોગમાં લેવાય તે આચારમર્યાદા સાચવવી. તેમ, ગોચરી પણ પહેલાં પ્રહરમાં વહોરેલી ત્રીજા પ્રહરથી આગળ ન રાખવી. સૂર્યોદય પહેલાં ગોચરી-પાણી વહોરાય નહિ, તે આચારમર્યાદાના પાલન માટે સૂર્યોદય થઈ ગયો છે તેની ખાસ ચોકસાઈ કરી લેવી. પાણી લાવવાની ઉતાવળમાં આ ચોકસાઈ ચૂકાઈ ન જાય તેની ખાસ કાળજી રાખવી. ઘડા-ટોકસા-દોરાનું પ્રતિલેખન પણ સૂર્યોદય પછી જ કરવું ચોમાસામાં પાણીનો કાળ ત્રણ જ પ્રહરનો હોવાથી પહેલા કાળનું પાણી વધ્યું હોય તો કાળ થતાં પૂર્વે તેમાં ચૂનો નાખી દેવો અને પરાત
ઘડો-ટોકસા જગ્યા વગેરે લૂછી નાંખવા. ૯૨. છાશની આશ જેવું દેખાવમાં પાણી થાય તેટલો ચૂનો નાંખવો. ૯૩. ચૂનો નાંખીને પાણી હાથ વડેન હલાવવું ટોક્સી વડે અથવા લાકડાની
દાંડીથી ચૂનો હલાવી દેવો. ટોક્સી કે દાંડી છેડેથી પકડવા. ચૂનો ભેળવવા હાથનો ઉપયોગ કરવો પડે તો હાથ પાણીથી એકદમ સ્વચ્છ
કરીને કોરા કરેલા જોઈએ તથા નખ એકદમ કાપેલાં ચોખ્ખા જોઈએ. ૯૪. ચૂનાનું પાણી કાઢ્યા પછી ઘડા નીતારી દેવા. ત્યારબાદ તે ઘડા
બહારથી ચોખ્ખા લૂછવાના કપડાથી લૂછી નાંખવા. ૫. ઘડા લૂછવાના કપડાથી પરાતો પણ વ્યવસ્થિત લૂછી લેવી. ૯૬. જ્યાં જ્યાં ઘડા-પરાતો વગેરે પડેલું હોય તે બધી જગ્યાએ પાણી
લુછણીયાથી લૂછી લેવું.
૯૧.
| 0 |