________________
૯૭.
૯૮.
૯૯.
પરાતો, ઘડા, બાલદી, પાટ, તપેલાં, છીબાં, પાટલા અથવા ઉપકરણો જમીન પૂંજીને જ મૂકવા. ઊંચકીને સ્થાનાન્તર કરવું, ક્યારેય ઘસડવા નહિ.
બારી-બારણાં, ખોલતા બંધ કરતી વખતે બન્ને બારણાંની ચારેય સાઈડ વ્યવસ્થિત પૂંજી લેવી.
બારી-બારણાં ખોલતા-બંધ કરતાં પૂર્વે સહેજ ખટખટાવવા જેથી ગરોળી વગેરે ત્યાં હોય તો દૂર ખસી જાય.
૧૦૦. વિહારમાં પાણી વાપરવા માટે છાપરા નીચે અથવા ઘટાદાર વૃક્ષ નીચે બેસવું. ખુલ્લામાં ન બેસવું. વૃક્ષ કે છાપરું ન જ મળે અને ખુલ્લામાં જ બેસવું પડે તો ઉપરથી કામળીની આડસ કરીને ઘડો ખોલવો, ટોકસામાં પાણી ભરવું અને વાપરવું. પાણીનો ઘડો કે ટોકસો ખુલ્લો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. કામળી કાળ દરમ્યાન આ ઉપયોગ અચૂક રાખવો.
૧૦૧. વિહાર દરમ્યાન કે કામળીકાળ દરમ્યાન બહાર જતી વખતે આસન કે અન્ય કપડાં વગેરે કામળીની અંદર રાખવા, બહાર ન રાખવા. ભૂલથી આસન બહાર રહી ગયું હોય તો કામળીકાળ વીત્યાને બે ઘડી ન થાય ત્યાં સુધી તે આસનનો ઉપયોગ કરવો નહિ.
૧૦૨. પ્રવચનના સમયે હજુ કામળીકાળ ન થયો હોય અને ખુલ્લામાં ચાલીને પ્રવચનખંડમાં જવું પડતું હોય તો આસન કામળીમાં ઢાંકીને લઈ જવું. ખુલ્લું હાથમાં ન લઈ જવું.
૧૦૩. પગથીયાં સડસડાટ ચડવા-ઊતરવા નહિ.
૧૦૪. દોડતાં-દોડતાં ગિરિરાજ ન ઊતરવો, સહજ ગતિએ ઉતરવો. ૧૦૫. કામળી કાળ દરમ્યાન વિશેષ પ્રયોજન વગર કામળી ઓઢીને પણ બહાર નીકળવાનું ટાળવું. કામળીકાળમાં કામળીનો ઉપયોગ અચૂક રાખવો.
૧૦૬. મકાનમાંથી ૧૦૦ ડગલાંથી અધિક બહાર જવું હોય ત્યારે,
૧