________________
કામળીકાળ ન હોય તો પણ અવશ્ય કામળી ખભા પર સાથે લઈને
જવું તે રીતે, દાંડો પણ અવશ્ય સાથે રાખવો. ૧૦૭. ઉજેણીમાં કામળી ઓઢીને પણ ચાલવાનું ઊભા રહેવાનું બેસવાનું
ટાળવું. ન છૂટકે જવું પડે ત્યારે કામળી ઓઢવાનો ઉપયોગ અવશ્ય
રાખવો. ૧૦૮. કામળીકાળ કે ઉજેણી દરમ્યાન કામળી એવી રીતે ઓઢવી કે મસ્તક
તથા શરીર વધુમાં વધુ ઢંકાય. ૧૦૯ કામળી સુતરાઉ કપડાં સહિત ઓઢવી. એકલી કામળી ન ઓઢવેં.
કામળી એવી રીતે ન વાળવી કે કામળી નીચે આવી જાય અને
સુતરાઉ કપડો બહાર રહે. ૧૧૦. કામળી જીવરક્ષા માટેનું ઉપકરણ છે. ગરમ કામળીથી જ આ પ્રયોજન
સરે માટે કામળી ઊનની ગરમ જ રાખવી. ૧૧૧. ઉજેડી હોય ત્યાં દંડાસણ જમીન પર ન ફેરવવું ૧૧૨. મકાનમાં દાંડો, દંડાસણ, પાતરા આદિ કોઈ પણ ઉપકરણ પર ઉજેણી
ન પડે તેવી રીતે તે મૂકવા. ૧૧૩. શેષકાળ વિહારકાળ હોવાથી ઝોળી પર ગુચ્છા અવશ્ય બાંધવા.
આળસ ન કરવી. ૧૧૪. કાજો લીધા વગરની જગ્યાએ સ્વાધ્યાય, પ્રતિક્રમણ, ગોચરી, સંથારો,
કાપ આદિ કોઈ પ્રવૃત્તિ કરવી નહિ. ૧૧૫. કાજો લેવામાં વેઠ વાળવી નહિ. દંડાસણ ઉપર ઉપરથી ફેરવવું નહિ.
દંડાસણ બહુ ઘસવું પણ નહિ. કાજો સૂપડીમાં ભર્યા વગર પરઠવવો નહિ. કાજો અજવાળામાં બરાબર જોઈને જ પરઠવવો. કાજો લેતાં
પૂર્વે અને કાજો પરઠવવીને ઇરિયાવહિયા કરવી. ૧૧૬. મકાનમાં ખૂણે-ખાંચરે કાજો લઈને મકાન સ્વચ્છ રાખવું ગૃહસ્થ પાસે
કચરા-પોતાં કરાવવા નહિ.
૨૨.