________________
૧૧૭. કામળીકાળ-ઉજેણીમાં જતી વખતે તરપણી વગેરે ખુલ્લાં ન રાખવા.
તરપણી ખુલ્લી હોય તો કામળીકાળ કે ઉજેણીમાં બહાર નીકળતી
વખતે કામળીમાં ઢાંકી દેવી. ૧૧૮. ચશ્મા પહેરતી વખતે પહેલાં મુહપત્તિથી ચશ્મા બરાબર પૂંજીને પછી
દાંડી ખોલવી. ૧૧૯. જેનું પ્રતિલેખન-પ્રમાર્જન સરળતાથી સરસ રીતે થઈ શકે તેવા
ઉપકરણ વાપરવા. ૧૨૦. રાત્રે મચ્છરદાની બાંધી હોય તો સવારે અજવાળું થતાં બરાબર દૃષ્ટિ
પડિલેહણ કરીને પછી વાળવી અને બંધનમાં બાંધવી. અંધારામાં
ખંખેરીને બાંધી ન દેવી. ૧૨૧. વીંટીયા, વધારાની ઉપધિ, બોક્સ વગેરે ખોલીને દર ચૌદસે તેનું
પ્રતિલેખન કરતાં રહેવું ૧૨૨. પોથી-પાકીટનો કાપ કાઢતા પૂર્વે ઉલટસુલટ કરીને ખૂણેખૂણાં બરાબર
તપાસી લેવા. ૧૨૩. કોઈ પણ કપડું શરીર પર ઓઢતા પૂર્વે અને કાપ કાઢતાં પૂર્વે અચૂક
તેનું દૃષ્ટિ પડિલેહણ કરી લેવું ૧૨૪. શરીર પર ખંજવાળ આવે ત્યારે ઓઘા કે મુહપત્તિથી અથવા લૂણા
જેવા કોમળ કપડાના ટુકડા વડે કોમળતાથી શરીરનો તે ભાગ પૂંજીને
પછી જ ખંજવાળવું ૧૨૫. પડિલેહણના ૫૦ બોલ બરાબર ઉપસ્થિત રાખવા. વસ્ત્ર-પાત્ર
મુહપત્તિ-દાંડો-દંડાસણ-ઓઘો વગેરેનાં પડિલેહણ વખતે યથાયોગ્ય
બોલ ઉપયોગપૂર્વક બોલવા. ૧૨૬. ખીંટી, ખીલ્લી કે દોરી ઓઘાથી પૂંજીને પછી જ તેના પર કપડાં મૂક્યાં
સૂકવવાં.
૩