________________
औचित्यमेकमेकत्र गुणानां राशिरकतः । । विषायते गुणग्राम औचित्यपरिवर्जितः
-ધર્મબિન્દુવૃત્તિ
') એક બાજુ ઔચિત્યગુણ...
અને, એક બાજુ ગુણોનો મોટો સમૂહ ! ઔચિત્ય વગરનો મોટો ગુણસમૂહ પણ
વિષ રૂપ પરિણમે છે.
आसन्नसिद्धियाणं लिंगं सुत्ताणुसारओ चेव । उचियत्तणे पवित्ति सव्वत्थ जिणम्मि बहुमाणा ।।
-ઉપદેશપદ
નિકટ મોક્ષગામી જીવોનું લક્ષણ છે સૂત્રોનુસારે સર્વત્ર
ઔચિત્યપૂર્વકની પ્રવૃત્તિ (એટલે કે તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવને અનુરૂપ પ્રવૃત્તિ). સૂત્રમાં આવા ઔચિત્યનું પ્રતિપાદન જોઈને તેના પ્રતિપાદક એવા શ્રી જિનેશ્વર ભગવંત ઉપર અત્યંત બહુમાનવાળો થાય છે અને ભગવદ્ બહુમાનથી ઔચિત્ય પ્રવૃત્તિ થઈ કહેવાય