________________
3 વિનય-વૈયાવૃત્યઔચિત્ય,
ગચ્છાધિપતિ, આચાર્ય ભગવંત કે મુખ્ય વડીલ ગુરુ ભગવંત ઉપાશ્રયમાં પધારે, પોતાના આસન પરથી ઊઠીને બહાર પધારે અથવા તમારા આસનની બાજુમાંથી પસાર થાય ત્યારે તરત ઊભા થઈ જવું કોઈ પણ રત્નાધિક પોતાની જગ્યા પર પધારે તો તરત પોતાનાં આસનેથી ખસી જવું અને પોતાનું આસન પ્રદાન કરવું. નાના સાધુ મહારાજ વંદનાર્થે આવે ત્યારે અન્ય કાર્યમાં વ્યસ્ત ન રહેવું. સામે જોઈ બે હાથ જોડીને “મFએણ વંદામિ' કહેવું, હાથ મૂકવો, શાતા પૂછવી, અધ્યયન-આરાધના આદિના સમાચાર પૂછવા, યથાયોગ્ય ઉપબૃહણા કરવી. અન્ય મહાત્મા કોઈ વિશેષ પ્રયોજનથી પોતાની પાસે આવ્યા હોય તો અન્ય કાર્યની વ્યગ્રતા છોડી તેમનો આદર કરવો. ધ્યાનથી તેમની વાત સાંભળવી. પ્રતિક્રમણ માંડલી, ગોચરી માંડલી વગેરેમાં વડીલ પધારે તે પહેલાં પહોંચી જવું. માંડલીમાં મોડા પહોંચવું તે અવિનય છે. વિશેષ કારણથી માંડલીમાં પહોંચતા મોડું થાય તેવું હોય તો વડીલની અનુમતિ વાચી લેવી. ચોમાસામાં પાટ પર સુવાનું હોય ત્યારે વડીલો - રત્નાધિકો હજુ નીચે બેઠા હોય ત્યારે પાટ પર ચડી ન જવું સૂતી વખતે જ પાટ પર
૬.