________________
૮.
૯.
૧૦.
૧૧. ગોચરીરૂમ વગેરે સામુદાયિક વપરાશની જગ્યાનો કાજો લેવાનું ભૂલવું નહિ. ભૂલ ન થાય તે માટે વડીલે એક મહાત્માને જવાબદારી સોંપી દેવી.
૧૩.
પાટ બે બાજુ બે જણે ઊંચકીને ફેરવવી. ઘસીને ન ફેરવવી. પાટ વજનમાં હલકી હોય તો પણ એકલાએ ઉપાડવાની કોશિશ ન કરવી.
૧૨. પ્રતિક્રમણ-માંડલી બેસવાની હોય તે જગ્યાનો કાજો લઈ લેવાનો ઉપયોગ રાખવો.
૧૪.
પાટ જ્યાં મૂકવાની હોય તે જગ્યા, પાટ મૂકતાં પહેલા પૂંજી લેવી. ચોમાસામાં કાળનો કાજો દરેકે ઉપયોગ રાખી પોતાની જગ્યા પરથી લઈ લેવો. કાળનો મજો બપોરે ગોચરી વહોરવા નીકળતા પહેલાં - ગોચરી વાપરતાં પહેલાં લઈ લેવો.
૧૬.
માંડલીના કોમન ટોક્સા વગેરેના પ્રતિલેખનની જવાબદારી કોઈ એક મહાત્માએ સંભાળી લેવી. બને ત્યાં સુધી આવા કોમન ટોક્સા રાખવા જ નિહ.
પાટ લેતાં-મૂકતાં અવાજ ન થાય, કે અજયણા ન થાય તે રીતે ધીમેથી અને મૃદુતાથી પાટ ઉપાડવી.
૧૫. પરાતોનું પડિલેહણ કરતાં, પાણી ઠારતાં કે પાણી ગાળતાં પરાતનો બહુ અવાજ ન થાય, પરાતો પછડાય નહિ તેનું ખાસ ધ્યાન રાખવું. પાણી ઠારવામાં વાયુકાય વગેરેની અયતના - ઠંડા પાણીની અપેક્ષા વગેરે દોષો રહેલા છે. તેથી સત્ત્વ પહોંચતું હોય તો ઠાર્યા વગરનું પાણી વાપરવાનો અભ્યાસ પાડવો. શિયાળા અને ચોમાસામાં ઠાર્યા વગરનું પાણી વાપરવામાં વિશેષ મુશ્કેલી ન પડે.
૧૭. પાણી ઠારતાં પહેલાં પરાતો મૂકવાની જગ્યા દંડાસણથી પૂંજી લેવી. બને ત્યાં સુધી પાટ ઉપર પાણી ઠારવું જયણા વિશેષ સચવાય. પાણી ભરેલા ઘડા પણ પાટ પર રાખવા. પરાતો ચરવળીથી બરાબર પૂંજી લેવી.
પર