________________
{ પ્રતિલેખનાપ્રમાર્જનાઔચિત્ય
અંધારામાં પાટ, તાપણી, તપેલાં વગેરેનો અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું અવાજ થાય તે રીતે દંડાસણ ઉપરથી ન મૂકવું દરેક પ્રવૃત્તિ ખૂબ ધીમેથી અવાજ ન થાય તે રીતે કરવી. બારી-બારણાં પણ ધડાક દઈને ખોલબંધ ન કરવા. દિવસે પણ કોઈ પણ ચીજ લેતાં-મૂકતાં, બારી-બારણાં બંધ કરતાં, કોઈ ચીજવસ્તુ અન્યને આપતા, ઉપકરણનું પડિલેહણ કરતાં, કાપ કાઢતાં, કપડાં સૂકવતાં, કપડાં નીચોવતા દરેક બાબતમાં જડ પદાર્થો સાથે પણ જડ-વ્યવહાર ન કરવો. ખૂબ મૃદુતાથી વ્યવહાર કરવો. ચોમાસામાં રાત્રે નીચે ન સૂવું પાટ પર સૂવું. વિશેષ કારણથી નીચે સૂવું હોય તો વડીલની રજા લઈને સૂવું. પાટ લેવા-મૂકવાનું જાતે જ કરવું. ગૃહસ્થને ન ભળાવવું. ફેરવવાની આળસથી પાટો મકાનમાં વચ્ચે પડેલી ન રાખવી. રાત્રે પાટ મૂક્યા બાદ સંથારો પાથરવાની વાર હોય તો તરત જ એક સફેદ કપડું પાટ પર પાથરી દેવું જેથી કોઈ પાર્ટી સાથે અથડાઈ ન જાય. ચોમાસામાં રાત્રે સૂવા માટેની પોતાની પાટનું પ્રતિલેખન દરેકે પોતે કરી લેવું જોઈએ. કદાચ પાટનું પ્રતિલેખન કરવાની જવાબદારી કોઈ એક મહાત્માએ સંભાળી લીધી હોય તો તે મહાત્માએ ઉપયોગ રાખીને જવાબદારી વહન કરવી.