________________
૧૮. ઠારેલાં પાણીને કારણે પરાત નીચે કીડીઓની કે પરાતમાં પડવાથી
માખી, કંથવા વગેરેની વિરાધના ન થાય તેની ખાસ કાળજી રાખવી. ૧૯. પાણી ઠારવું જ પડે તો પણ ઠારવા માટે એલ્યુમિનિયમનીપરાતોનો
ઉપયોગ ટાળવો.તેપરાતોનું પાણી આરોગ્યને માટે હાનિકર નીવડે છે. ૨૦. વર્તમાન દેશકાળમાં મોટેભાગે આયંબિલખાતાં કે પાણીખાતામાં
ઉકાળેલાં પાણીનો ઉપયોગ કરવો પડે છે. આ સ્થાનો પગારદાર માણસોના ભરોસે મોટેભાગે રહેતા હોવાથી જયણા અને ચોકસાઈમાં ખામી હોઈ શકે છે. આવી કોઈ ખામી જોવા મળે તો જવાબદાર વ્યવસ્થાપક વ્યક્તિનું વિવેકપૂર્વક ધ્યાન દોરવું શ્રાવકોના ઘરેથી પાણી લાવવાનું શક્ય બનતું હોય તો તે વધારે ઈચ્છનીય. કદાચ નિર્દોષ ન મળે તો કરાવેલું પાણી પણ ઘરમાંથી લાવવું વધારે સારું. અલગ અલગ ઘરે એક કે બે ઘડાનો લાભ આપી શકાય. છેવટે પીવાનું
પાણી ઘરોમાંથી લાવવું. શુદ્ધિ, જયણા વધારે રહે. ૨૧. મોડા પડશું તો પાણી નહિ મળે - તેવો ભય રાખવાની જરૂર નથી.
સૂર્યોદય થઈ ગયો છે તેની ખાત્રી થયા પછી જ ઘડા-પ્રતિલેખન આદિ પાણી વહોરવાની કાર્યવાહી કરવી. અજવાળામાં બરાબર અંદર નજર કરીને તથા ચરવળીથી પૂંજીને ઘડાનું પ્રતિલેખન કાળજીથી કરવું. રાત્રે ઠંડકથી આકર્ષાઈને કીડી, કંથવા, વાંદા વગેરે જીવજંતુએ ઘડામાં આશ્રય કર્યો હોય તેવી
સંભાવના છે. ર૩. જેનો રોજ નિયમિત ઉપયોગ ન થતો હોય તેવા ઘડામાં કરોળિયાનાં
જાળાં વગેરે થવાની શક્યતા છે. તેથી ઉપયોગ વગરના વધારાના
ઘડાના મોઢાં પર ચોકખું કપડું બાંધીને યોગ્ય સ્થાને મૂકી રાખવા. ૨૪. ચૂનાનું પાણી કરતી વખતે તપેલાનો-પરાતનો અવાજ બહુ ન થાય
તેની કાળજી રાખવી.
૨૨.
૫૩.