________________
{ સંયમમર્યાદાઔચિત્ય
૧
બહેનો સાથે હસીખીલીને વાત ન કરવી. અનાવશ્યક વાતો ન કરવી. છાપાં ન વાંચવા. છાપાની પૂર્તિઓ-મેગેઝીનો તો ન જ વાંચવા. ઓછામાં ઓછા ૧૦વર્ષના પર્યાય સુધી છાપાના ત્યાગનો અભિગ્રહ કરવો. કૌતુકથી પણ છાપામાં નજર ન કરવી. ૧૦ વર્ષ સુધી વાર્તાના-ઉપદેશ આદિના ગુજરાતી પુસ્તકો પણ ન વાંચવા. માત્ર સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થો અને અધ્યયનોપયોગી ગુજરાતી પુસ્તકો જ વાંચવા. વૈરાગ્યપોષકવિશિષ્ટ સાહિત્ય ગુર્વાશાથી વાંચવાની છૂટ રાખી શકાય. છાપાં વાંચતા હોય તેમણે પણ બને ત્યાં સુધી છાપાં જાહેરમાં ન વાંચવા. લોકોની અવરજવરના સમયે ન વાંચવા. બપોર પછી જ વાંચવા. સવારના પહોરમાં છાપાં વાંચવા બેસી ન જવું. જેમાં વાંચનસામગ્રી અને ફોટાનું સ્તર હલકું હોય તેવા છાપાં ખાસ ટાળવા. ભીંતો ઉપરલાગેલા પોસ્ટરો ઉપર અનાભોગથી પણ નજર ન પડે તે માટે ચાલતી વખતે દૃષ્ટિસંયમ ખૂબ રાખવો. આલોચનાની રોજેરોજ બરાબર નોંધ કરવી. અવારનવાર આલોચનાનાં બધા સ્થાનો જોઈ લેવા. દરેક બાબતની આલોચના વ્યવસ્થિત નોંધવી.
૧૧૧