________________
૨૦.
ડૉક્ટર કે વૈદ્ય ફી લેતા હોય કે ન લેતા હોય, આવ્યા છે તો બતાવી દઈએ - આવી પ્રકૃતિ ન રાખવી. આમ કરવાથી ડૉકટર-વૈદ્યનો ભક્તિભાવ-ઉત્સાહ તૂટે અને મુખ્ય જેમની ચિકિત્સા કરવાની છે તેમાં પણ તેમનો રસ ઘટે. ગામેગામ જે કોઈ ડૉકટર-વૈદ્ય જાણકારી મળે તેને તબિયત બતાવતા રહેવાની ટેવ ન રાખવી. તેનાથી દેહાધ્યાસ પોષાય અને ડૉકટર-વૈદ્યને
દુર્ભાવ થાય. જૂદા જૂદા અભિપ્રાયો મળવાથી મૂંઝવણ થાય. ૨૧. ડૉકટર કે વૈધે જણાવેલી દવા લેવાની હોય તો જ મંગાવવી. એકસાથે
વધારે ન મંગાવવી. કોઈ પણ દવા લેતાં પહેલાં તે અભક્ષ્ય નથી તેની ખાત્રી કરી લેવી. ડૉકટર-વૈદ્યને પોતાની કે અન્ય સાધુ ભગવંતની તબિતય બતાવતી વખતે પોતે તે વિષયમાં થોડુંઘણું જાણતા હોય તો પણ જાણકારી પ્રદર્શિત
ન કરવી. વચ્ચે પોતાનો કોઈ અભિપ્રાય ન આપવો. ૨૪. નિયંત્રિત જીવનચર્યાથી શરીરની સુંદરસ્તી સ્વાભાવિક રીતે જળવાઈ
રહે છે. કોઈ તકલીફ-બિમારી ઊભી જ ન થાય. તે માટે શાસ્ત્રોક્ત ઉપવાસ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગવગેરે તપપ્રકારો ખૂબ ઉપકારક છે છે. તબિયત બગડે અને દવા લેવી પડે તો અનેક પ્રકારના દોષો સેવવા પડે. એલોપથી ચિકિત્સામાં તો પુષ્કળ આરંભ-સમારંભ અને આડઅસરની પણ શક્યતા છે. તેથી તબિયત બગડે જ નહિ તેનું
ખાસ ધ્યાન રાખવું. ૨૫. બોલાવીએ ત્યારે ભક્તિભાવનાથી ડોકટર ઉપાશ્રય આવી જતા હોય
તો પણ નાના-નાના કારણોથી ધક્કા ન ખવડાવવા. ૨૬. બને ત્યાં સુધી, અત્યંત વિશિષ્ટ કારણ સિવાય, પગ કે શરીર
દબાવડાવવા નહિ. પોતાની શારીરિક પ્રકૃતિને બરાબર જાણી લેવી. ગોચરી, તપ વગેરે પોતાની શારીરિક પ્રકૃત્તિને લક્ષ્યમાં રાખીને કરવા. તબિયત બગડે
તેવો પ્રકૃતિવિરુદ્ધ કે અતિમાત્રાએ આહાર ન લેવો. - ૧૧૦ -
૨૭.
૧૧૦