________________
{ શરીરસંયમઔચિત્ય |
છે
4
૧. વડીલ મહાત્માનીં માતરાનો પ્યાલો પરઠવવા જવું છે માટે પોતે પણ
તેમાં માતરું કરી લેવું તેવો આગ્રહ રાખવો. પૂરી શંકા હોય તો જ માતરું કરવું, નહિતર વારંવાર માતરું કરવાની ટેવ પડી જાય. માતરાની શંકા બહુ રોકવી નહિ. તેમ, વારંવાર માતરું કરવાની ટેવ પણ પડવા ન દેવી. શરીરને તો જેમ ઘડીએ તેમ ઘડાય. અવસરે
ક્યારેક થોડો વખત માટે શંકા રોકવી પડે તો રોકી શકાય તે રીતે શરીરને કેળવવું. સ્પંડિલની શંકા રોકવી નહિ. નિયમિતતા માટે શરીરને કેળવવું. કબજીયાત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. કબજીયાત થાય તો તેની ઉપેક્ષા ન કરવી. કબજીયાત અનેક રોગોનું મૂળ છે. મોઢામાં ચાંદા, મસા, ભગંદર, માથાનો દુઃખાવો વગેરે અનેક રોગો થઈ શકે છે.
સ્વાદીષ્ટ ચૂર્ણો, ગોળીઓ, મુખવાસ રાખવાનહિ, વાપરવા નહિ. વિશેષ કારણથી રેચકકે પાચકદવા લેવી પડે તો પણ તેની આદત પાડવી. ચ્યવનપ્રાસ, ગુલકંદ વગેરે રાખવા નહિ, લેવા નહિ. વિશેષ કારણથી લેવા પડે તો પણ ગુરુ ભગવંતને પૂછીને જ લેવા.
અજીર્ણ ન થાય તે રીતે, તેટલો જ અને તેવો જ ખોરાક લેવો. ૮. ઉણોદરીનો ખાસ અભ્યાસ પાડવો.
પાચનતંત્ર અને નિસર્ગતંત્રને ખોરાકના નિયંત્રણ દ્વારા નિયંત્રિત રાખતા
શીખી જવું જોઈએ. જેથી, દવાના ઉપયોગને ખૂબ નિવારી શકાય. - ૧૦૮ -
રે
છે
$
૧૦૮