________________
૭૯.
૮૦.
૮૧.
૮૨.
૮૩.
૮૪.
૮૫.
૮૬.
અધ્યયન, વૈયાવચ્ચ, સહાયતા, સંઘાટ્ટકભાવ, સાંત્વના, પ્રેરણા, માર્ગદર્શન, સ્થિરીકરણ વગેરે ઉપકાર કરનારા વિશિષ્ટ ઉપકારીઓના નામ સાથે તે તે ઉપકારોને યાદ રાખવા.
ક્યારેય કોઈને ઉતારી ન પાડવા, તોડી ન પાડવા.
પોતાના દોષો, ક્ષતિઓ, નબળાઈઓ, ઉણપોને મનમાં નોંધી રાખવા અને તે દૂર કરવાનો સક્રિય પ્રયત્ન કરવો.
૮૮.
રોજ રાત્રે સૂતાં પહેલાં આત્મગવેષણા કરવી અને આત્માના દોષો, ક્ષતિઓ, ભૂલોને શોધવી.
વેપારી રોજના હિસાબ માટે રોજમેળ રાખે છે અને વાર્ષિક હિસાબ સરવૈયા દ્વારા જાણે છે તેમ દૈનિક, માસિક અને વાર્ષિક આત્મ-સંશોધન કરી પોતાના આત્મવિકાસનો તાગ મેળવતા રહેવું.
સરકાર, સંસ્થા, વેપારીપેઢી વગેરે આગામી વરસ કે મહિના માટેનું બજેટ બનાવે છે, પ્લાનિંગ કરે છે તેમ પોતાની ટૂંકા ગાળાની અને લાંબાગાળાની સાધના માટે પ્લાનીંગ કરવું જોઈએ.
પોતાની આરાધના-સાધના પોતાની જવાબદારી અને ક્ષમતાને અનુરૂપ છે કે નહીં; તે તપાસતા રહેવું.
પોતાના તપ, જાપ, સ્વાધ્યાય, સેવાયોગ વગેરેની વ્યવસ્થિત સંપૂર્ણ નોંધ રાખવી. આ નોંધ માત્ર પોતાની સ્મૃતિ અને આંતરિક અનુમોદન પૂરતી જ ઉપયોગમાં લેવી. બીજાને બતાવતા ન રહેવું, કહેતા ન રહેવું.
૮૭. મનોવૃત્તિઓનું સંશોધન કરતાં રહેવું, દેખીતી સારી પ્રવૃત્તિ પાછળ પણ કોઈ ખરાબ વૃત્તિ કાર્યરત હોય તેવું બની શકે. તેથી, આંતરિક મલિન વૃત્તિઓને શોધીને તેનું સંશોધન કરતાં રહેવું.
નાની-નાની તુચ્છ-ક્ષુદ્ર ફરીયાદો ન કરવી. જેમ કે...
♦ ઠંડી બહુ પડે છે !
૧૩૧