________________
૭૧.
૬૮. દરેકની રુચિ, ક્ષયોપશમ, પાત્રતા ભિન્નભિન્ન પ્રકારના હોય છે. આપણી
રુચિ બીજા પર ઠોકી બેસાડવાનો પ્રયત્ન ન કરવો. આપણી ધારણા કે
અપેક્ષા મુજબ જ બીજાએ પણ વર્તવું જોઈએ તેવી અપેક્ષા ન રાખવી. ૬૯. અણગમતી આજ્ઞા કે શિખામણનો પણ આદરપૂર્વક સહર્ષ સ્વીકાર
કરવો. ૭૦. મનને ખૂબનિર્મળ રાખવું તેને કોઈ પણ સંકલ્પ-વિકલ્પોથી કે કષાયના
વિચારોથી મલિન ન થવા દેવું. કોઈ પણ ઘટના-પ્રસંગ આત્મહિતમાં જ ઉતરે તે જ રીતે તેનું અર્થઘટન
કરવું ૭૨. અનુકૂળતા-પ્રતિકૂળતાના ભેદ ન રાખવા. જેદ્રવ્ય, જે સંયોગો ઉપસ્થિત
થાય તેને અનુકૂળ થઈ જવું. ૭૩. શિખામણ એ કરીયાતા જેવી ચીજ છે. વગર અધિકાર, વગર માંગે
અને વિશેષ યોગ્યતા સિવાય શિખામણ આપવી નહિ. યુદ્ધ, હુલ્લડ, હત્યા, બળાત્કાર વગેરે સનસનાટી ઉપજાવે તેવા સમાચારો વાંચવા-સાંભળવા-જાણવાનું ટાળવું તેવા સમાચારોથી મન
કલૂષિત થવાની શક્યતા ઘણી છે. ૭૫. અચાનક આવી પહોંચનારા મૃત્યુને ખ્યાલમાં રાખી સતત સાવધાની
રાખવી. પ્રત્યેક સમયે કર્મબંધ થાય છે અને તે પણ મુખ્યતયા મનના પરિણામના આધારે થાય છે. તેથી, મનના અધ્યવસાય હંમેશા શુભ રાખવા, બગડવા ન દેવા.
કોઈના પર કોઈ આક્ષેપ કરવા નહિ. ૭૮. સ્વાશ્રયી અને સ્વાવલંબી બનવું. પરાધીન ન બનવું. દરેક બાબતમાં
બીજા પાસે અપેક્ષાવાળા ન બનવું અપેક્ષા પરિપૂર્ણ ન થાય તો સંકલેશ
ન કરવો. —- ૧૩૦ -
૭૪.
૭૬.
૭૭.
૧૩)