________________
પર. ભગવાનના ફોટાઓ, મૂર્તિઓ, ચિત્રપટ્ટો, તામ્રપટ્ટો, માળાઓ વગેરે
ચીજો પણ ભેગી કરવાનો શોખ ન કરવો. આરાધના માટે જરૂરી હોય
તે ગુરુ મહારાજ કે વડીલ મહાત્માને પૂછીને રાખવું. પ૩. જિનાલય-નિર્માણ, ઉપાશ્રય-નિર્માણ આદિ સંઘનાં કાર્યોમાં માર્ગદર્શન
આપવું પડે તો પણ સંયમજીવનની મર્યાદા ક્યાંય ન ચૂકાય તેનું ખાસ
ધ્યાન રાખવું. ૫૪. નાના મોટા મહોત્સવની પત્રિકાઓ મેળવીને ગૃહસ્થો-ભક્તોને મોકલ્યા
કરવાની ટેવ ન પાડવી. પપ. આપણે કોઈ પણ કાર્યગૃહસ્થ પાસે કરાવવું નહિ. પાણી લાવવું કાજો
કાઢવો, કાપ કાઢવો વગેરે કોઈ પણ કાર્ય ગૃહસ્થ પાસે કરાવવા નહિ. મકાનમાં કાજો પણ જાતે જ લેવો. કચરા-પોતાં કરાવવા નહિ. મકાન
સ્વચ્છ રાખવું ૫૭. પરઠવવાનાં કપડાં, કાગળ વગેરેના ટૂકડા કરવાનું કે પરઠવવાનું કાર્ય
જાતે જ કરવું. ગૃહસ્થને ન ભળાવવું. ૫૮. કાગળના ટૂકડા કરતી વખતે વ્યક્તિ, પશુ વગેરેના ફોટા ફાટી ન જાય
તેનું ધ્યાન રાખવું ૫૯. રસ્તા પર ચાલતી વખતે લખેલાં અક્ષરોપર, કાગળ પર કે રસ્તા પર
કોઈ જગ્યાએ દોરેલા ચિત્ર ઉપર પગ ન મૂકવો.
ગૃહસ્થોના પગ લૂછવાના પગલૂછણીયાથી પગ ન લૂછવા. ૬૧. દવા-ઔષધિની ડબ્બી કે શીશી ખાલી થાય ત્યારે ગમે તે ઉપાશ્રયમાં
મકાનમાં મૂકી ન દેવી. કોઈ ગૃહસ્થને ભળાવી દેવી. ૬૨. કોઈ ઉપાશ્રય કે મકાનમાંથી ઘડો, પ્યાલો, ડીસ કે અન્ય કોઈ પણ
ચીજ રાખવી હોય તો અધિકૃત ગૃહસ્થને પૂછીને રાખવું. ૬૩. જ્ઞાનભંડાર કે ઉપાશ્રયના કબાટમાંથી કોઈ પણ પુસ્તક ખૂબ ઉપયોગી
૬૦.
૧૧૬