________________
થોડી વાર પછી ઊઠીને પોરિસિ ભણાવી લઈશ, હાલ થોડી વાર આરામ કરી લઉં તેવો વિચાર ન રાખવો. તેમ કરવાથી ક્યારેકપાછું ઊઠાય નહિ તો પોરિસિ ભણાવવાનું જ રહી જાય! એકાસણા, જાપ, કાયોત્સર્ગ કે નિયત સ્વાધ્યાયાદિ આરાધનામાં અખંડિતતા અને નિયમિતતા જાળવી રાખવી. કોઈ વિશેષ કારણથી ક્યારેક તે આરાધના કામચલાઉ મૂકવી પડે તો તે કારણ દૂર થતા ફરી
તરત ચાલુ કરી દેવી, પ્રમાદ ન કરવો. ૧૩. આયંબીલખાતા-પાણીખાતામાં જે પાણી ઉકાળવામાં આવે છે તે
મોટેભાગે પગારદાર માણસોના ભરોસે હોય છે. તેથી પાણી બરાબર ઉકળેલું છે કે નહિ? પાણી કેટલા વાગે ઉકળેલું છે? કાચાપાણીવાળા વાસણોનો ઉપયોગ કર્યો નથી ને? વગેરે બાબતોની ચોકસાઈ કરીને
પછી જ પાણી વહોરવું. * ૧૪. ઠારેલા પાણીમાં પાંગરણી, પડો, મુહપત્તિ ઓઘાની દસ વગેરે ન
પડે તેનો ખાસ ઉપયોગ રાખવો. ૧૫. કીડીઓ છૂટીછવાઈ ખૂબફરતી હોય તો ચાલતી વખતે ઈર્યાસમિતિનો
વિશેષ ઉપયોગ રાખવો. જરૂર લાગે તો દિવસે પણ મકાનમાં ચાલવા
માટે દંડાસણનો ઉપયોગ કરવો. ૧૬. કીડીઓ ઉભરાય તો તેની ઉપેક્ષા ન કરવી. જયણા કરવા માટે ખૂબ
સમય આપવો પડે તો આપવો. તે બાબતમાં સમયનો હિસાબ ન કરવો. બરાસનો ભૂકો, ઘોડાવજનો પાવડર, તપકીરનો ભૂકો વગેરેના પ્રયોગથી કીડીઓ ચાલી જાય છે. મકાનમાં કે મકાનની આજુબાજુ આવવા જવાના માર્ગમાં વચ્ચે કિીડીઓની લાઈન ચાલતી હોય તો બધાને ખ્યાલ આવે તે માટે કીડીઓની લાઈનની બાજુમાં ચૂનો નાંખવો. જેથી ખ્યાલ આવે અને
જયણા રહે. ૧૮. ગોચરી વખતે કીડીઓ બહુ આવી જતી હોય તો યોગ્ય ઉપાય કરવો.
જરૂર લાગે તો લાકડાની પાટ ઉપર વાપરવા બેસવું.
૧૭.
૧૨૧