________________
-
~-૧૦ સામાન્ય જ્ઞાન ઔચિત્ય |
રોજની તિથિ-તારીખ અને વારનો અચૂક ખ્યાલ રાખવો. રોજના સૂર્યોદય, નવકારશી અને સૂર્યાસ્તના સમયનો અચૂક ખ્યાલ હોવો જોઈએ. પોરિસિં, સાઢપોરિસિ, પુરિમુ, પાદોનપોરિસી વગેરેનો સમય કાઢતા આવડવું જોઈએ. સૂર્યોદય પછી પોણો પ્રહર થાય તે પાદોન પોરિસી. પોરિસી ભણાવીને પાતરાનું પડિલેહણ કરવાનું હોય છે. કેટલાક સમુદાયમાં છ ઘડીની સામાચારી છે. બધા જ પ્રકારનાં પચ્ચકખાણનો પાઠ આવડવો જોઈએ. વ્યવસ્થિત સ્પષ્ટ ઉચ્ચાર સાથે પચ્ચદ્માણ બોલવા. બધા જ પ્રકારનાં પચ્ચખાણ પારવાના પાઠ આવડવા જોઈએ. પૌષધ ઉચ્ચરાવવાનો અને પારવાનો પાઠ (સાગરચંદો) શીખી લેવા જોઈએ, આવડવા જોઈએ. શુદ્રોપદ્રવ ઉઠાવણના કાયોત્સર્ગનો વિધિ અને તેની થોય આવડવા જોઈએ સકલાહંતુ ચૈત્યવંદન વડીલને જ બોલવાનું હોય છતાં દરેકને સંપૂર્ણ ઉપસ્થિત જોઈએ પંદર દિવસે ઓછામાં ઓછો બેવાર તેનો સ્વાધ્યાય કરવો.