SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. અષાઢ ચાતુર્માસી હિતશિક્ષાપત્ર એક બધા સાધુસાધ્વીજી ભગવંતોએ નીચેની સૂચનાઓ ખાસ ધ્યાનમાં લઈને અમલ કરવો. ૧. રોજ વિહારમાં વહેલા ઊઠતા હતા તેમ આરાધના માટે, જાપ માટે, સ્વાધ્યાય માટે બધાએ ૪ વાગે ઊઠી જવાનું રાખવું અને રાત્રે ૧૦ પહેલા ન સૂવું. ૨. સ્વાધ્યાય નિયમિત ૭ કલાક કરવો. અભ્યાસ પણ કાળજીથી વ્યવસ્થિત કરવા બધાએ લક્ષમાં લેવું. ૩. તપવિશેષ બને તો કરવો, ન બને તો ઓળી-એકાસણાં તો અવશ્ય કરવા. છૂટા તો ન જ રહેવું. બેસણું પણ બનતા સુધી ન કરવું. ૪. મિષ્ટાન્ન, ફરસાણ, બદામ વગેરે ત્યાગ કરવા. ઘી વગેરે ઉપરથી ન લેવા. મલાઈ ખાસ ન લેવી. દૂધ પણ પરિમિત રાખવું. દહીં પણ તપ વગેરે સિવાય ન લેવું. ત્યાં થતા સામૂહિક તપનાં પારણા તથા અત્તરપારણામાં પણ ઉપરોક્ત વસ્તુઓ ન લેવી. શક્ય બને તો ત્યાં વહોરવા ન જવું. જીવનમાં વિનય અને વિવેક વગર ધર્મ આવતો નથી, રહેતો નથી, વધતો નથી. માટે ગુરુઓનો-વડીલોનો અને પરસ્પર સાધુઓનો વિનય-મર્યાદા-સભ્યતા-શિષ્ટતા જાળવવી. તો જ મન સ્વસ્થ અને શાંત પ્રસન્ન રહેશે અને આરાધના વધશે. બધી જ વાતોમાં સંયમનું લક્ષ, દોષોનો હાસ વગેરેનો ખ્યાલ રાખવો. ૬. બને એટલું બોલવાનું ઓછું કરવું. મૌનનો અભ્યાસ-ટેક રાખવી. જાપ નિયમિત વાળા કે ૧ કલાક કરવો જેથી પરમાત્મા સાથે લાગણી બંધાય. આત્મા પવિત્ર અને સ્વસ્થ બને. ૭. ક્રિયાઓ ગુરુજી પાસે અને ઊભા-ઊભા કરવાનું રાખવું. 139
SR No.005932
Book TitleShraman Auchitya Shiksha
Original Sutra AuthorN/A
AuthorMuktivallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy